મિત્રએ કરી મિત્રની હત્યા - A friend killed a friend – News18 Gujarati

સુરત: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નંદનવન ટાઉનશીપની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખુલ્લા મેદાનમાંથી આજે સવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરતા મોડી સાંજે મરનાર યુવકના જ મિત્રની પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય બાબતે ખોટું લાગી આવતા યુવકે પોતાના મિત્રની કરપીણ હત્યા કર્યા હોવાનું પોલીસ સામે કબુલાત કર્યું હતું. જેથી પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી લીધી હતી. આ સાથે સાથે પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે.

સુરતમાં ફરી એક હત્યાની ઘટના સામે આવી

સુરત શહેરમાં સતત હત્યાની ઘટના બની રહી છે. દર બીજે દિવસે જાણે સુરતમાં હત્યાની ઘટના સામે આવતી હોય છે. ગતરોજ સુરતના ડીંડોલી વિસ્તારમાં નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં મહેન્દ્ર ઉર્ફે બાંગો રાઠોડ ઉ.વ. 35 નામના યુવકની છાતી તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા ઝઘડો ગતિમાન કર્યા હતા.આ પણ વાંચો: ઓડિશાની આ માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત જાણીને તમે ચોંકી જશો

હત્યારા મિત્રની પોલીસે કરી ધરપકડ

પોલીસે આ ઘટનામાં બાકીના આધારે એક યુવક નામે આકાશ ઉર્ફે લાલો ઉર્ફે ફાયરિંગ s/o જીતુભાઈ પટેલની ધરપકકડ કરી લીધી હતી. આ હત્યા ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે મરણ જનાર સાથે તેને મિત્રતા છે અને ગઈકાલે સાંજે તેણે ખોટી રીતે તેની સાથે માથાકૂટ કરી મા-બેન ઉપરની ગાળાગાળી કરી હતી. જેથી તેણે ગુસ્સામાં આવી જઈને હત્યાને અંજામ આપેલ છે.

આ પણ વાંચો: લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે કર્યા શારીરિક અડપલા 

આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે આ આરોપીએ ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ માસ અગાઉ પણ એક મર્ડર કરેલ હતું, જે ગુનામાં તે ચાર મહિના જેલમાં રહીને હાલમાં જામીન ઉપર છૂટી આવેલ છે. પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Murder case, Surat crime news, ગુજરાત

أحدث أقدم