https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
રાજકોટ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- માત્ર હોદ્દાગત સેનેટની જ મિટિંગ મળશે અને ડિગ્રીઓ અપાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તારીખ 20મી જાન્યુઆરીના શુક્રવારે યોજાવાનો છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનારા આ પદવીદાન સમારોહમાં આ વર્ષે પહેલી વખત સરકાર નિયુક્ત સેનેટ સભ્યો નહીં હોય. આ ઉપરાંત દર વર્ષે પદવીદાન સમારોહ પહેલા સેનેટની બેઠક પણ મળતી હોય છે પરંતુ આ વર્ષે સેનેટની ચૂંટણી જ નહીં યોજી હોવાને કારણે ચૂંટાયેલા સેનેટ સભ્યો અને સરકાર નિયુક્ત સેનેટ સભ્યોની ગેરહાજરીમાં માત્ર હોદ્દાગત સેનેટ સભ્યોની જ બેઠક મળશે અને વિદ્યાર્થીઓને તેઓ જ ડિગ્રી એનાયત કરશે.
પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનાર 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ આપવામાં આવશે જેમાં સૌથી વધુ મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત દાતાના દાનમાંથી 152 વિદ્યાર્થીને રૂ.1500નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
રાજ્યપાલ અને નવા શિક્ષણમંત્રી પણ સંભવત આ સમારોહમાં આવવાના છે ત્યારે જેના થકી વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવે છે તે સેનેટ જ હજુ અધૂરી હોવાને લઈને ચર્ચા જાગી છે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ હશે, સરકારના શિક્ષણમંત્રી પણ હશે પરંતુ ચૂંટાયેલા સેનેટ સભ્યો અને સરકાર નિયુક્ત સેનેટ સભ્યો જ નહીં હોય કારણ કે મે-2022માં સેનેટની મુદત પૂર્ણ થઇ ગઈ હોવા છતાં આજદિન સુધી સરકારે જ સેનેટ સભ્યો હજુ સુધી નિયુક્ત કર્યા નથી. 20મીએ ચૂંટાયેલા અને સરકાર નિયુક્ત સિવાયના માત્ર હોદ્દાગત જેવો સેનેટ સભ્ય છે તેમની જ બેઠક મળશે અને તેઓ જ ડિગ્રી આપશે.
No comments:
Post a Comment