Have you tasted Amul's Cheese, Butter Homemade Tikki Burger? AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: જ્યારે ફાસ્ટ ફૂડની વાત આવે ત્યારે લોકો બર્ગરને પસંદ કરતા હોય છે. જે ફક્ત શાકાહારીઓ અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે જ ઉપલબ્ધ હતું. બીજી બાજુ શાકાહારી બર્ગર આજકાલ તંદુરસ્ત આહારના નિર્ણયો લેવા માંગતા કોઈપણ માટે ખૂબ જ પસંદ કરવામાં આવતો વિકલ્પ બની ગયો છે. પરંતુ જો તમારે હોમમેઇડ ટિક્કી બર્ગરનો સ્વાદ અને સુગંધ માણવી હોય તો આવી જાવ અહીયા. અમદાવાદના રહેવાસી માલવ ઠાકરે અમદાવાદમાં આવેલી CEPT યુનિવર્સિટી પાસેના વિસ્તારમાં જાતે બનાવેલા હોમમેઇડ ટિક્કી બર્ગર વેચી રહ્યો છે.

ભવિષ્યમાં સારી વૃદ્ધિ માટે પોતાનો વ્યવસાય ખોલવાની જરૂર છે
અમદાવાદના રહેવાસી માલવ ઠાકરે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com. નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ કોલેજના પ્લેસમેન્ટમાં પોતાને અનુકૂળ ન આવતાં તથા MNC કંપનીમાં નોકરીઓ કર્યા પછી તેણે પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું. તેને સમજાયું કે ભવિષ્યમાં સારી વૃદ્ધિ માટે પોતાનો વ્યવસાય ખોલવાની જરૂર છે.

નોકરીમાં મારી સાથે સમાધાન કરવું પડે તેમ હતું

માલવ ઠાકરે જણાવ્યું હતું કે, નાની ઉંમરમાં કોર્પોરેટ સારી નોકરીઓ સાથે શરૂ કરેલી સફર બાદ મને સમજાયું કે એક તબક્કા પછી મારે નોકરીઓમાં મારા વલણમાં સમાધાન કરવાની જરૂર છે. જે હું બદલવા માંગતો નથી. તેથી એક અનોખા ભારતીય હોમમેઇડ ટિક્કી બર્ગર બનાવવાની સાથે મેં નવી સફર શરૂ કરી. અને મેં પોતાની બર્ગર ચેમ્પ્સ કંપની શરૂ કરી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

નવેમ્બર 2022 માં એક નાના સ્ટાર્ટઅપ તરીકે, એક નવી પ્રોડક્ટ તરીકે, એક નવા ટેસ્ટ સાથે બર્ગર ચેમ્પ્સ કંપની માર્કેટમાં લોન્ચ કરી. મેં માર્કેટિંગ વ્યક્તિ તરીકે IT ફર્મ્સ, સિક્યોરિટીઝ ફર્મ, પબ્લિશિંગ ફર્મ અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું છે. પરંતુ બર્ગર ચેમ્પ્સ એ ભારતીયની હોમમેઇડ ટિક્કી બર્ગર બનાવતી કંપની છે. જેની શરૂઆત મેં પોતે કરી હતી.

10 જેટલી વેરાયટીમાં લોકો બર્ગરનો સ્વાદ માણી શકે છે


અમે ગ્રાહકોના 100% સંતુષ્ટ ગુણોત્તર સાથે પ્રથમ મહિનામાં 1100 થી પણ વધારે બર્ગરનું વેચાણ કર્યું હતું. બર્ગર ચેમ્પ્સ બજારમાં સારા સ્વાદ, સારી માત્રા અને શ્રેષ્ઠ પ્રીમિયમ ગુણવત્તા તરીકે ધીમે ધીમે લોકોમાં ઓળખાવા લાગી. અત્યારે હાલમાં 10 જેટલી વેરાયટીમાં લોકો બર્ગરનો સ્વાદ માણી શકે છે. ખાસ વાત એ છે કે, હોમમેઇડ ટિક્કી બર્ગર બનાવવા માટે વપરાતો તમામ માલ-સામાન અમે ફ્રેશ વાપરીએ છીએ. જેમ કે અમૂલનું ચીઝ, અમૂલનું બટર, રોજે બનાવેલા તાજા પાવ તથા અન્ય મસાલાઓ પણ ઘરે જાતે દરરોજ બનાવવામાં આવે છે.

બર્ગર એ એક પ્રકારનું ફૂડ


બર્ગર એ એક પ્રકારનું ફૂડ છે. જેમાં ભરણનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ગ્રાઉન્ડ મીટની પેટી, બીફ-કાતરી બન અથવા બ્રેડ રોલની અંદર મૂકવામાં આવે છે. બર્ગરને ઘણીવાર ચીઝ, લેટીસ, ટામેટા, ડુંગળી, અથાણાં, બેકન અથવા મરચાં સાથે પીરસવામાં આવે છે. મસાલાઓમાં જેમ કે કેચઅપ, મસ્ટર્ડ, મેયોનેઝ, ટેસ્ટ અથવા ખાસ ચટણી ઉમેરવામાં આવે છે. ઘણીવાર થાઉઝન્ડ આઇલેન્ડ ડ્રેસિંગની વિવિધતા સાથે તલના બીજ મૂકવામાં આવે છે. ચીઝ સાથે ટોપવાળી બર્ગર પેટીને ચીઝ બર્ગર કહેવામાં આવે છે.

બર્ગર ચેમ્પ્સ બનાવવાની રીત :

સૌપ્રથમ તાજા બર્ગર બનને બે ભાગમાં કાપીને ઉપર અને નીચે એમ બંને બાજુએ અમૂલ બટરથી કોટેડ કરો અને તવા પર યોગ્ય રીતે બેક કરો. ત્યારબાદ વીબા સાદી મેયોનેઝ અને તંદૂરી મેયોનેઝને નીચેની બાજુએ સારી રીતે કોટેડ કરો. પછી તેના પર તાજી કોબીજ મૂકો. ત્યારપછી તેના પર તાજી હોમમેઇડ આલુ ટિક્કી લો. આ ટિક્કી પર અમૂલ ચીઝ સ્લાઈસ લગાવો. ત્યારબાદ તેના પર ડુંગળીની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ મૂકો. અને છેલ્લે તેને તંદૂરી મેયોનેઝમાં કોટેડ ટોપ પાર્ટથી બંધ કરો. આમ આ રીતે હોમમેઇડ ટિક્કી બર્ગર તૈયાર.

વેજ., પેરી પેરી, ચીલી ગાર્લિક, શેઝવાન બર્ગર વગેરે વેરાયટીમાં ઉપલબ્ધ

તમને જાણીને નવાઈ લાગશે કે બર્ગર ચેમ્પ્સના રસિયાઓ બર્ગર ખાવા માટે લાઈનો લગાવતા હોય છે. લોકો દૂર દૂરથી અહીંયા આવીને હોમમેડ ટેસ્ટી બર્ગર ચેમ્પ્સની મજા માણતા હોય છે. આ બર્ગર ચેમ્પ્સમાં આલુ ટીક્કી, વેજ., પેરી પેરી, તંદુરી, ચીલી ગાર્લિક, શેઝવાન, ચીપોટ્લે, મખની, મેક્સિકન વગેરે પ્રકારના બર્ગરની વેરાયટી જોવા મળે છે. આ બર્ગરમાં સૌથી વધારે લોકપ્રિય વેજ., પેરી પેરી, ચીલી ગાર્લિક, શેઝવાન બર્ગર છે. આ તમામ વેરાયટીમાં ચીઝવાળી પણ મળે છે. તેના ભાવની વાત કરીએ તો રેગ્યુલર બર્ગરના 50 થી 80 રૂપિયા છે. જ્યારે ચીઝવાળા બર્ગરના 70 થી 100 રૂપિયા છે.

જો તમારે પણ ટેસ્ટ કરવો હોય તો બર્ગર ચેમ્પ્સ, CEPT યુનિવર્સિટી પાસે, એચએલ કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ પર મુલાકાત લઈ શકો છો.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Burger, Fast food, Local 18

أحدث أقدم