https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/74115d40-81dc-46b2-a7b5-1b442fc9e914_1673690463159.jpg
જુનાગઢ35 મિનિટ પહેલા
ઠંડીની સીઝન હાલ ચાલી રહી છે ત્યારે પ્રવાસીઓની ભીડ પણ સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી રહી છે. આસ્થાનું કેન્દ્ર અને ઈતિહાસના પાને અમર જૂનાગઢ છેલ્લા ઘણા વર્ષોથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દિવસેને દિવસે પ્રવાસીઓમાં સતત વધારો જોવા મળે છે. ત્યારે આજે મકરસંક્રાતિના પાવન પર્વ પર જૂનાગઢમાં માઁ અંબાના દર્શન કરવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. ભક્તોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જૂનાગઢના ભવનાથ ખાતે આવનારા પ્રવાસીઓ રોપવે તેમજ સીડી દ્વારા ગુરુદત્તાત્રેય અને માઁ અંબાના દર્શને જાય છે. આજે સવારથી જ ગિરનાર સીડી પર લોકોની આવક જાવક એક સરખી જ જોવા મળી હતી.
ભારે ભીડના કારણે લોકોને મુશ્કેલી
ગિરનાર પર્વત પર ગુરુદત્તાત્રેય અને માઁ આંબાનું ધામ છે. દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આસ્થાની સાથે કુદરતી સૌંદર્યને પણ માણવા આવતા હોય છે. ત્યારે જૂનાગઢના ગીરનાર ઉપર આજે મકરસંક્રાંતિના પાવન દિને ભાવિકોની ભારે ભીડ જામતા યાત્રિકોને રસ્તો નાનો પડતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે ભીડના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજી મંદિર પરિસર ખાતે યાત્રિકોએ ભીડમાં અસહ્ય ઘસારો થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
