આં સંસ્થાના સભ્યો દ્વાર દાતા જોડેથી દાનમાં મળેલી રકમમાંથી સાધનો વસાવ્યા અને વર્ષ 1988માં નગરપાલિકાના સામેના ભાગે એક બિલ્ડિંગનું નિર્માણ કરાયું, જેમાં બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા અનેક સેવા કરવામાં આવે છે
અહીં રાહત દરે પેથોલોજી લેબોરેટરી ચાલવામાં આવે છે અને ફિજીયોથેરાપીની સુવિધા તથા અપંગશય યોજના જેમાં વ્હીલ ચેરથી લઈને વોકર સુધીના સાધનો નિ:શુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થામાં ઓકસીજન કંનશનટ્રેટર જેવી સેવા પણ પૂરી પાડવામાં આવે છે.
22,000 યુનિટ બ્લડની જરૂર
તમારા શહેરમાંથી (વડોદરા)
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે તમામ પ્રકારના બ્લડ રાહત દરે દર્દીને આપવામાં આવે છે. હાલ આણંદમાં એક વર્ષમાં રેડ ક્રોસ સોસાયટીમાં 22000 યુનિટ બ્લડની જરૂર ઊભી થાય છે. આ સંસ્થા 14 હજાર યુનિટ બ્લડ પૂરું પડે છે. આ સંસ્થાનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, લોકો હજુ પણ જાગૃત થઈને જો બ્લડ ડોનેટ વધારે કરતા થાય તો બ્લડ માટે લોકોએ દોડા દોડ કરવી ન પડે અને સરળતાથી રેડ ક્રોસમાંથી જ બ્લડ મળી શકે તેમ છે.
જન્મ દિવસ સહિતના પ્રસંગે રક્ત દાન કેમ્પનું આયોજન
આ સંસ્થા દ્વાર વાર તેહવાર અને બર્થ ડે પર કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો બ્લડ ડોનટ કરે છે. જેમાં તાજેતરમાં કોમફ્રી પરિવાર દ્વાર માતાનાં બર્થડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકોએ બ્લડ ડોનટ કર્યું હતું.
આ ઉપરાંત સંસ્થા દ્વાર શાળા, કોલેજમાં પણ બ્લડ ડોનટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ સંસ્થામાં હાલ આધુનિક મશીન દ્વાર બ્લડની પ્રોસેસ કરવામાં આવે છે. તે માટે આ સંસ્થાને એન એ બી એચ દ્વાર અક્રિડેશન પણ આપવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Blood donation, Blood donation camp, Local 18