ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં 'મોડી રાત સુધી કાફે કેમ ચાલું રાખ્યું' કહી ત્રણ ઈસમોએ સંચાલકને ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો | In Gandhinagar's Infocity, three youths chased the manager and beat him to death by asking 'Why is the cafe open till late night'?

ગાંધીનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં આવેલા ધ રોડ સાઈડ નામના કાફેનાં સંચાલકને ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે મોડી રાત સુધી કાફે કેમ ચાલું રાખ્યું એમ કહીને ત્રણ ઈસમોએ દોડાવી દોડાવી ઢોર માર મારતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્રણેય હુમલાખોરોથી બચવા સંચાલકે ઈન્ફોસિટીથી ડીએઆઇઆઇસીટી કોલેજ સુધી બચાવો બચાવોની બૂમો પાડીને દોટ લગાવી હતી. જ્યાં પણ ત્રણેય હુમલાખોરોએ તેને આંતરીને ધોઈ નાખ્યો હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો
ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી લઇને પોલીસે ઘડી કાઢેલા એક્શનપ્લાનનાં ધજાગરા ઉડાવી ગઈકાલે રાત્રે ત્રણ ઈસમોએ કાફેના સંચાલકને ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસના ચોપડે દાખલ કરવામાં આવી છે.

મોડી રાત સુધી કાફે ચાલુ રાખવા મામલે માર માર્યો
મહેસાણાનાં વિજાપુરનો મૂળ વતની હેનિલ વિરલભાઇ કંસારા હિંમતનગર ખાતે પોલીટેકનિક કોલેજમાં કોમ્પ્યુટર આઈટીનો અભ્યાસ કરે છે અને સાથે સાથે ઇન્ફોસીટી ખાતે ધ રોડ સાઇડ નામે કેફે કૌટુંબિક ભાઇ મિહીર નરેશભાઇ કંસારા સાથે ભાગીદારીમાં ચલાવે છે. ગઈકાલ રાત્રીના બંને પિતરાઈ ભાઈઓ કાફે ખાતે હિસાબના ચોપડા લેવા માટે મિત્રની કાર લઈને ગયા હતા. તે વખતે હેનિલનો ઓળખીતો હિતેશ વિનુભાઇ પટેલ હાથમાં ધોકો લઈ તેમજ વિશાલ જાની સાથે અન્ય એક ઈસમ કાફે પર ગયા હતા અને અત્યાર સુધી કાફે શા માટે ચાલુ રાખ્યું છે કહીને હિતેશ લાકડાના ધોકાથી માર મારવા લાગ્યો હતો.
ગાડીના કાચ પણ તોડી નાખ્યાં
જ્યારે અન્ય બે ઈસમો બિભત્સ ગાળા ગાળી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ જોઈને હેનિલનો ભાઈ ગભરાઈને બચાવો બચાવોની બૂમો પાડીને ભાગી ગયો હતો. હિતેશે ધોકા મારીને ગાડીના કાચ પણ તોડી નાખ્યાં હતાં. જેનાં પગલે હેનિલ કાફેથી ડીએઆઇઆઇસીટી કોલેજ તરફ બચાવો બચાવોની બુમો પાડતો પાડતો ભાગ્યો હતો. જેને પકડવા માટે ત્રણેય ઈસમોએ ફિલ્મી ઢબે પીછો કરીને કોલેજના ગેટ પાસે હેનિલને આંતરી લીધો હતો.બાદમાં ત્રણેય ઈસમો ભેગા થઈને હેનિલને ઢોર માર મારવા લાગ્યા હતા.
​​​​​​​ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
આ દરમિયાન આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ જતાં ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ દોડી ગઈ હતી અને ઉક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post