In Veiled Attack On RSS, Rahul Gandhi Calls Them '21st Century Kauravas'

Rahul Gandhi 21th century Kauravas: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં આરએસએસના લોકોને 21મી સદીના કૌરવો ગણાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ લગાવે છે. રાહુલના આ નિવેદન પર વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે. 

કુરુક્ષેત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, મહાભારતમાં જે લડાઈ થઈ હતી, આજે પણ એ જ છે. પાંડવો કોણ હતા? અર્જુન, ભીમ એ લોકો કોણ હતા? આ લોકો તપસ્યા કરતા હતા. તમે લોકોએ મહાભારત વાંચ્યું છે. શું પાંડવોએ ક્યારેય ખોટું કર્યું હતું? શું તેમણે ક્યારેય નોટબંધી કરી હતી? શું તેમણે ખોટો GST લાગુ કર્યો હતો? કારણ કે તે જાણતા હતા કે ચોરી કરવાનો આ  રસ્તો ખોટો છે.

21મી સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે – રાહુલ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન હરિયાણા પહોંચેલા રાહુલે કહ્યું હતું કે, 21મી સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે. તેઓ હાથમાં લાકડીઓ લઈને ચાલે છે અને શાખાઓ લગાવે છે. ભારતના અબજોપતિઓ પણ આ કૌરવો સાથે ઉભા છે. નોટબંધી,ખોટો જીએસટી કોના વિરૂદ્ધ કરવામાં આવી એ સમજો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ નિશ્ચિતપણે તેના પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ અબજોપતિઓએ જ મોદીજીનો હાથ ચલાવ્યો હતો. શું તે સમયના અબજોપતિઓ પાંડવોની સાથે ઉભા હતા? ના, કારણ કે જો તેઓ ઉભા રહ્યા હોત, તો તેઓ જંગલમાં ન હોત.

live reels News Reels

પાંડવોએ પણ ખોલી હતી પ્રેમની દુકાન – રાહુલ

રાહુલે વધુમાં કહ્યું હતું કે, એક તરફ 5 તપસ્વીઓ હતા. પાંડવો સાથે દરેક ધર્મના લોકો હતા. આ યાત્રા પ્રેમની દુકાન છે. પાંડવોએ અન્યાય સામે પણ કામ કર્યું હતું. નફરતના બજારમાં પાંડવોએ પણ પ્રેમની દુકાન ખોલી હતી. રાહુલે વધુમાં કહ્યું હતું કે, પાંડવોએ ભય અને નફરતને નાબૂદ કરવાનું કામ કર્યું હતું. તેઓએ ભય અને નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી અને આ મારું સૂત્ર નથી, આ તેમનું સૂત્ર છે, આ ભગવાન રામનું સૂત્ર છે. આ દેશ તપસ્વીઓનો દેશ છે.

“આરએસએસના લોકો હર હર મહાદેવ નથી કહેતા” 

આરએસએસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, આરએસએસના લોકો ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી કહેતા કારણ કે શિવજી સંન્યાસી હતા. તેઓ ક્યારેય રામ-રામ, જય સિયા રામ નથી કહેતા. તેઓએ સીતાજીને બહાર ફેંકી દીધા હતા. અમે હા નહીં કહીએ. રામ જેટલા મહત્વના હતા તેટલા જ મહત્વના સીતા પણ હતા. હું જ્યાં જાઉં ત્યાં જય સિયા રામ બોલાય છે. રાહુલે કહ્યું હતું કે, મને કોઈએ કહ્યું કે તમે 3000 કિમી ચાલ્યા? તો મેં કહ્યું કે શું થયું? જો તમે કોઈ ખેડૂતને પૂછો કે તમે એક મહિનામાં કેટલું ચાલ્યા?, તો તે તમને કહેશે કે તે કેટલું ચાલ્યા છે.

ભાજપ પર જોરદાર પ્રહાર

ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી વીમા યોજનાના પૈસા તમારા ખિસ્સામાંથી નીકળે છે અને બીજા કોઈનું ખાતું છે. તમારો આખો પરિવાર કામ કરે છે. વરસાદ, વાવાઝોડું થાય છે ત્યાર બાદ તમે વીમો લેવા જાઓ છો, પછી તમને ખબર પડે છે. ઇન્ટરનેટ પર કોઈ કંપની જ નથી. તમારા પૈસા બીજા કોઈ ઉઠાવી ગયા છે. GSTની વાત કરીએ તો જો તમે 25 કિલોથી ઓછો લોટ અથવા ગોળ વેચો છો, તો તમારા પર GST લાદવામાં આવશે. અદાણી-અંબાણી પર નહીં.


أحدث أقدم