IND vs NZ: ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ થયો આ સ્ટાર બોલર, મેટ હેનરીને કર્યો રિપ્લેસ

IND vs NZ: ન્યુઝીલેન્ડે ભારત અને પાકિસ્તાન સામે વનડે શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણીમાં ટીમનો ભાગ રહેલો મેટ હેનરી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. હવે તેની જગ્યાએ 32 વર્ષીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. મેટ હેનરીને પેટમાં દુખાવાની સમસ્યા હતી, જેના કારણે તે ટીમની બહાર હતો. કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. હેનરી ઓછામાં ઓછા એક મહિના માટે ટીમની બહાર રહેશે.

ડગ બ્રેસવેલ અનુભવી બોલર છે

ડગ બ્રેસવેલ વિશે વાત કરતા, કોચ ગેરી સ્ટેડે કહ્યું,  ડગ એક મહાન બોલર છે અને તેની પાસે ઘણો અનુભવ છે અને અમને લાગે છે કે તેની કુશળતા ભારત અને પાકિસ્તાન સામે કામમાં આવશે. અમારી પાસે જે વિકલ્પો છે તે પાકિસ્તાન અને ભારત સામેની શ્રેણીમાં અમને ઘણી મદદ કરશે.

ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા પાકિસ્તાન સામે ત્રણ વનડે શ્રેણીનો સામનો કરશે. આ શ્રેણી 9મી જાન્યુઆરીથી શરૂ થશે. તે જ સમયે, બીજી મેચ 11 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 13 જાન્યુઆરીએ રમાશે. શ્રેણીની ત્રણેય મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે.

આ પછી ટીમ ભારતના પ્રવાસે જશે. અહીં 18 જાન્યુઆરીથી વનડે શ્રેણી શરૂ થશે. અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ રમાશે. આ તમામ મેચોમાં ડગ બ્રેસવેલ ટીમનો ભાગ હશે.

ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે

નોંધપાત્ર રીતે, ડગ બ્રેસવેલ ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે કુલ 27 ટેસ્ટ મેચ રમી છે. તેણે પોતાની 49 ઇનિંગ્સમાં 72 વિકેટ લીધી છે. તેણે 21 વનડે રમીને 26 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વિકેટ લીધી છે.  

નબળી ટીમ

મેટ હેનરી બાદ કિવી ટીમ વધુ નબળી દેખાઈ રહી છે. ભારત-પાકિસ્તાન સિરીઝ માટે ટીમ વધુ ને વધુ નબળી પડી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એડમ મિલ્ને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તેની તૈયારીને લઈ ચિંતાની વાત કરી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. 

શા માટે ઈજા થઈ, કોચ ગેરી સ્ટેડે જવાબ આપ્યો

આ વિશે વાત કરતાં ગેરી સ્ટેડે કહ્યું, “છેલ્લા 12 દિવસથી (કરાંચીમાં 10 દિવસ) રમવું મુશ્કેલ હતું અને આખો દિવસ એવો રહ્યો જ્યારે હવામાનમાં કોઈ વિરામ નહોતો. તેથી જ્યારે તમે દરેક ટેસ્ટ મેચમાં આઠ સત્રો માટે મેદાન પર હોવ ત્યારે મને લાગે છે કે ખેલાડીઓ પર કુદરતી રીતે ઘસારો (ઇજા) હોય છે.