IND vs SL, 1st ODI: રોહિત શર્માએ રચ્યો મોટો રેકોર્ડ, ગિલ સાથે મળીને કર્યુ આ પરાક્રમ

IND vs SL, 1st ODI : ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વન ડે રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે. ભારતના ઓપનર રોહિત શર્મા (51 બોલમાં 61 રન) અને શુબમન ગિલ (45 બોલમાં 46 રન)એ 16 ઓવરમાં 108 રનની પાર્ટનરશિપ કરીને મજબૂત શરૂઆત અપાવી છે.

રોહિતે 27મી વખત વન ડેમાં 100 કે તેથી વધુ રનની કરી ભાગીદારી

આ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વન ડેમાં 27મી વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. રોહિતે ધવન સાતે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથ વખત આ કારનામું કર્યુ છે.

આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

પ્રથમ ODIમાં વિરાટ મેળવી શકે છે આ સિદ્ધિ, સચિનના આ ખાસ રેકોર્ડ પર રહેશે કિંગ કોહલીની નજર

ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ખાસ છે. વિરાટ પ્રથમ વનડેમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. જો આ શક્ય બનશે તો તે સચિન તેંડુલકરનો ખાસ રેકોર્ડ તોડી નાખશે. આ માટે તેને સદીની જરૂર છે. હાલમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારી હતી.

શું છે સચિનનો રેકોર્ડ?

સચિન તેંડુલકરની વાત કરીએ તો વનડેમાં તેના નામે ઘણા રેકોર્ડ છે. તેણે બે દાયકાથી વધુ સમય સુધી ક્રિકેટ પર રાજ કર્યું. સચિનની વનડેમાં સદીઓની વાત કરવામાં આવે તો તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ 20 સદી ફટકારી છે. વિરાટ હોમ ગ્રાઉન્ડ પર 19 સદી ફટકારીને બીજા નંબર પર છે. આ સિવાય સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પણ મુલાકાતી ટીમ સામે વનડેમાં 8 સદી ફટકારી છે. જો કિંગ કોહલી શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટે સચિનની બરાબરી કરી લીધી છે

જો કે વિરાટ કોહલીએ કોઈપણ વિરોધી ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ODI ક્રિકેટમાં સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં 9 સદી ફટકારી છે. જો વિરાટ કોહલી મંગળવારે વનડેમાં શ્રીલંકા સામે સદી ફટકારશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કિંગ કોહલી પહેલી મેચમાં આ કરિશ્મા કરી શકે છે કે નહીં.

Previous Post Next Post