Wednesday, January 18, 2023

ગ્રામ પંચાયતના સરપંચોને માસિક માનદ વેતન આપવા મુદ્દે ચર્ચા કરાઇ | The issue of giving monthly honorarium to the sarpanches of the gram panchayat was discussed

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/orig_26_1674011245.jpg

ગાંધીનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે પંચાયત મંત્રીને રજૂઆત

ગ્રામ પંચાયતના સરપંચને માસિક રૂપિયા 20000 જેટલું વેતન આપવું. સરપંચ કલ્યાણ ફંડની રચના કરવી તેમજ પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દે સરપંચ પરિષદ ગુજરાતની તાજેતરમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સરપંચ બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે રાજ્યના પંચાયત મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં સરપંચની ભૂમિકા મહત્વની હોવા છતાં ધારાસભ્ય જેટલું મહત્વ સરપંચને આપવામાં આવતું નથી. ત્યારે સરપંચોના પ્રશ્નોના ઉકેલ માટે સરપંચ પરિષદ ગુજરાતનું સેમિનાર તાજેતરમાં ચેખલારણી ગામના સરપંચ ઘનશ્યામસિંહ ઝાલાના યજમાનપદે યોજવામાં આવ્યું હતું. જેમાં સરપંચને જાહેર સેવકનું ઓળખપત્ર આપવું. ટોલટેક્સમાંથી મુક્તિ આપવી. લોકપ્રતિનિધિ અધિનિયમમાં સમાવેશ કરવો. ગ્રામ પંચાયતોમાં ઓફિસ, લાઇટ, પાણી, પટાવાળા અને શૌચાલયની સુવિધા રાજ્ય સરકારે પૂરી પાડવી. ગ્રામ પંચાયતનું લાઇટ બીલ માફ કરવામાં આવે અથવા અલગથી ગ્રાન્ટ આપવામાં આવે. સરપંચોના તમામ અધિકારો પરત આપવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કે તાલુકાકક્ષા તેમજ રાષ્ટ્રીય નેતાના સભા કે મીટીંગમાં સરપંચને અલગ બેઠક વ્યવસ્થા આપવી. ગ્રામ પંચાયતોનો સર્વે કરાવીને વિકાસના વંચિત કામો તથા પ્લાન બનાવીને તે મુજબના કામો મંજુર કરવા તેમજ કામો માટે જરૂરી ફંડ આપવું સહિતની માંગણી કરાઇ હતી.

ગ્રામ પંચાયતને સુપરસીડ કરી શકાય નહી તે માટે જુના નિયમોની જેમ ગ્રામસભા િનર્ણય લે તેવું આયોજન કરવું. એટીવીટી યોજનામાં પંચાયતોમાં સીસી કેમેરા અને કર્મચારીઓની હાજરી માટે મશીન ફીટ કરવા અગ્રતા આપવી. ગ્રામ પંચાયતને જીએસટીમાંથી મુક્તિ આપવી. ગ્રામ પંચાયતમાં લાઇટ માટે હેલ્પર, પાણી માટે વાલ્વમેન, ગ્રામ સફાઇ માટે સફાઇ કામદાર, સ્વાગત માટે પટાવાળાઓને સરકારે લઘુત્તમ વેતન આપવું અથવા આઉટસોર્સિંગથી ભરતી કરવી સહિતની માંગણીઓના ઉકેલ માટે સરપંચ પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: