Jamnagar: જામનગરના યુવાનું એક, બે નહિ આઠ-આઠ વખત નોંધાયું ગિનિસ બુકમાં નામ!
જામનગરના ભારતસિંહ પરમારે ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં 22 સપ્ટેમ્બર 2012 ના રોજ 145 kg ની સૌથી મોટી ભાખરી/ રોટલી બનાવી ગિનિસ બુકમાં નામ નોંધાયું હતું. ઉપરાંત 12 સપ્ટેમ્બર 2013 ના રોજ દગડુસેઠ ગણપતિ મહોત્સવમાં વજન 874.5 kg ના 11,111 લાડુની પ્રસાદ વહેંચી ગિનિસ બુકમાં રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત સિંહ પરમારે એક વર્ષમાં ગિનિસ બુકમાં 3 રેકોર્ડ નોંધાવ્યા
એ ઉપરાંત 2014 માં ભારત સિંહ પરમારે એક વર્ષમાં ગિનિસ બુકમાં 3 રેકોર્ડ નોંધાવ્યા હતા. જેમાં સૌથી 26.29 મીટર (86 ફૂટ3 ઇંચ) લાંબી મોટર સાઇકલ બનાવી હતી. 22 જાન્યુઆરી 2014 ના રોજ લાખોટા તળાવ પાસે 86.6 ફૂટ 3 ઇંચની મોટર સાઈકલને પ્રદર્શનમાં રાખી પાણી બચાવવા અપીલ કરવામાં આવી હતી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ત્યાર બાદ 2 સપ્ટેમ્બર 2014 ના રોજ 15.71 મીટરની સૌથી મોટી અને લાંબી અગરબત્તી બનાવીને ગિનિસ બુકમાં રેકોર્ડ બનાવ્યો હતો. 25 ડિસેમ્બર 2014ના રોજ 3.63 મીટરની સૌથી મોટી વગાડી શકાય તેવી વાંસળી બનાવી હતી જેમાં સૌપ્રથમ વાંસળીમાં રાષ્ટ્ર ગીત વગાડ્યું હતું.
લોકજાગૃતિના સંદેશા પ્રસરાવી બનાવ્યો રેકોર્ડ
વધુમાં ભરતસિંહ પરમારે 2015 ના ક્રિકેટવર્ડ કપ દરમિયાન ભારતની ટીમનો ઉત્સાહ વધારવા 22 માર્ચ 2015ના રોજ સૌથીમોટી 12.75 મીટર (41 ફૂટ 10.36 ઇંચ) ઉંચી ટ્રોફી બનાવી રેકોર્ડ બનાવ્યો હતો. તે જ રીતે 6 નવેમ્બર 2015 ના રોજ એજ્યુકેશનમાં વધારો થાય અને એજ્યુકેશન બાબતે લોકો જાગૃત બને તે માટે સૌથી મોટી 256.98 m² (2,766 ft² 15 in2) ફિંગરપ્રિન્ટ પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું હતું. 2 સપ્ટેમ્બરના 2017 માં 7 ધનનો 791.5 KG ખીચડો બનાવીરેકોર્ડ બનાવ્યો હતો.આમ કુલ 8 વખત રેકોર્ડ બનાવ્યા છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment