Tuesday, January 10, 2023

Kerala Sports Minister’s Remarks On India-Sri Lanka ODI Ticket Rates Sparks Row

India vs Sri Lanka Thiruvananthapuram Match: ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી ઘરઆંગણે રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે.

આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના રમતગમત મંત્રી વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

કેરળના રમત મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન

પત્રકારોએ રમતગમત મંત્રીને વન-ડે મેચની મોંઘી ટિકિટો અંગે સવાલ કર્યા હતા. જેના જવાબમાં રમતગમત મંત્રીએ કહ્યું હતું કે, ટેક્સ ઘટાડવાની શું જરૂર છે? આ દલીલ વાહિયાત છે કે દેશમાં મોંઘવારી વધી રહી છે તો ટિકિટ સસ્તી કરવી જોઈએ. ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી. નોંધનીય છે કે તિરુવનંતપુરમ મેચની ટિકિટની કિંમત ઉપરની સીટ માટે 1300 રૂપિયા અને નીચલી સીટ માટે 2600 રૂપિયા રાખવામાં આવી છે.

live reels News Reels

કેરળમાં વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપે રમત મંત્રીના ગરીબો વિરુદ્ધના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોઈ જનપ્રતિનિધિએ આવું નિવેદન ન કરવું જોઈએ. આ ખોટું છે. વિપક્ષના નેતા વીડી સાથિસને કહ્યું, ‘મુખ્યમંત્રીએ રમતગમત મંત્રીને તેમની ખુરશી પર બેસવા દેવા ન જોઇએ, એક કલાક પણ નહીં. પોતાને ગરીબોનો પક્ષ ગણાવતી CPI(M) હવે આ મામલે શું કરશે?

15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં વન-ડે રમાશે.

નોંધનીય છે કે ભારતીય ટીમે તાજેતરમાં જ શ્રીલંકાની ટીમને ઘરે આંગણે ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. આ T20 સીરિઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ વનડે શ્રેણીમાંથી કેપ્ટનશીપ સંભાળી લીધી છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે.

શ્રેણીની પ્રથમ વનડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. આ પછી બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ત્યારબાદ શ્રેણીની છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.