વડોદરા22 મિનિટ પહેલા
- કૉપી લિંક

આજે વડોદરા શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં પ્રથમ વખત 75 થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગો આકાશમાં ઉડી હતી.

આ કાઈટ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોશિયેશન (IKFA)સાથે સંકળાયેલી એનજીઓ દ્વારા હેલ્થ ચેકઅપ, આંતરરાષ્ટ્રીય પતંગ બનાવવાનો કેમ્પ, ફ્યુઝન એન્ડ કલ્ચર ડાન્સિંગ એક્ટિવિટી, સેલ્ફ ડિફેન્સ, કાઇટ થીમ પર ફેશન શો, મોડલ રોકેટ લોચિંગ અને નાના બાળકો દ્વારા સેવ બર્ડના પોસ્ટર સાથે સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો. આ કાઈટ ફેસ્ટીવલમાં વિવિધ પ્રકારની પતંગો જોવા મળી હતી.

કેવી પતંગોએ આકર્ષણ જમાવ્યું
આ પતંગ મહોત્સવમાં રાજા-રાણી, ત્રિરંગો, આંખે, જેટ વિમાન, બટરફ્લાય, લાયન, દુર્ગા પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ સોલાર એનર્જીથી સંચાલિત મોર અને સાયકલ પતંગોએ સૌ કોઇનું મન મોહી લીધું હતું.

સોલાર પેનલવાળી પતંગ.