ઉમરેઠ ખાતે ‘કિશોરી મેળો’ યોજાયો, વિવિધ યોજનાઓ, કાયદા વિષયક જાણકારી આપવામાં આવી | A 'Kishori Melo' was held at Umreth, various schemes, legal information was given

આણંદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના તથા “પુર્ણા” યોજનાના સંયુક્ત ઉપક્રમે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકા ટાઉનહોલ ખાતે ‘કિશોરી મેળો’ યોજવામાં આવ્યો હતો. કિશોરીઓને વિવિધ યોજનાઓ, કાયદા વિષયક જાણકારી આપવામાં આવી હતી.

આ મેળાનો પ્રારંભે ‘પુર્ણા’ કન્સલ્ટન્ટ નિધીબેન ઠક્કરે આઈ.સી.ડી.એસ અંતર્ગત પૂર્ણા યોજનાની કિશોરીઓને જાણકારી આપી હતી, જયારે જિલ્લા રોજગાર અધિકારીની કચેરીના કેરિયર કાઉન્સેલર ચેતનભાઈ મહેતાએ કિશોરીઓને શિક્ષણ, નોકરીની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ વિષયો પર માહિતી આપી માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતું. મહિલા અને બાળ સુરક્ષા અધિકારી અને દહેજ પ્રતિબંધક રક્ષણ અધિકારી ફરજાનાખાને મહિલા કલ્યાણ હસ્તક કાર્યરત બેટી બચાવો-બેટી પઢાવો યોજનાની જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર કોમલબેન મહિડાએ કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે એનિમિયાના નિરાકરણ માટે લેવાતા પગલાં વિશે સમજ આપી હતી.

બાળ સુરક્ષા એકમ ચાઈલ્ડ પ્રોટેકશન ઓફિસર પાર્થ ઠકકરે કિશોરીઓ તથા બાળકોને લગતી વિવિધ સુરક્ષા યોજનાની અને કિશોરીઓ તથા બાળકોના હક અને કાયદા વિશે જ્યારે તાલુકા કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ એ.એલ.પટેલે મફત કાનૂની સહાય તથા કિશોરીઓને લગતા કાયદાઓની જોગવાઈ જેવી કે ચાઇલ્ડ મેરેજ એક્ટ અને પોકસો એક્ટ વિશે જાણકારી પુરી પાડી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશ ડાભીએ કિશોરીઓમાં શિક્ષણનું મહત્વ અને ઓપન સ્કૂલ માટેની તથા શી-ટીમના મહિલા એ.એસ.આઇ.એ કિશોરીઓને સ્વ-બચાવની તાલીમ અને તેનું મહત્વ સમજાવી કિશોરીઓને સ્ટેજ પર બોલાવી વિવિધ સ્વબચાવના ઉપાયો શિખવાડ્યા હતા.

સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભુમિકા માણાવદરિયાએ સરકાર દ્વારા ચાલતા વિવિધ આઇ.ટી.આઇ અને કે.વી.કે. ના કોર્ષની અને લીડ બેંકના ચીફ મેનેજર પ્રદીપ ચૌહાણે બેંકમાં કેવી રીતે ખાતું ખોલવું, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજના અને અન્ય બેંકિંગ સેવાઓ વિશે જાણકારી આપી હતી.

કાર્યક્રમમા ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા કિશોરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાથ્ય, દિકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજ ની સ્થાપના કરીશુંના શપથ લેવડાવીને બોર્ડ ઉપર હસ્તાક્ષર કરાવવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં પોષણના મહત્વને કિશોરીના ઘરની આસ-પાસ સારી રીતે પોષણ વાટીકા (કિચન ગાર્ડન) બનાવી શકાય તેની સાથે સાથે “ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-2023″ ની જાણકારી આપી સ્થાનિક ઉપલબ્ધ મિલેટ જેવા કે રાગી, બાજરા, જુવાર વગેરેનું શારીરિક અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ વિભાગના વિરેનભાઇએ કિશોરીઓને સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી બચવા શું કરવુ તે વિષય પર વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન પટેલએ સ્વાગત પ્રવચન જ્યારે કાર્યક્રમના અંતે માલતીબેન એમ.પઢિયારે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમા ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, ખેતીવાડી, બાગાયત, રોજગાર કચેરીના તેમજ અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કચેરીના કર્મચારીઓ તથા કિશોરીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post