Kutch: ખેડૂતો એક વખત જરૂર ટ્રાય કરજો, ખેતીમાં કેવી રીતે ઉપયોગી સાબિત થાય રાખ?

Dhairya Gajara, Kutch: ખેતીમાં પાકને નુકસાન પહોંચાડતા જીવાત ખેડૂતોના સૌથી મોટા દુશ્મન બની રહે છે. અને આ જીવાતને દૂર કરવા ખેડૂતો રાસાયણિક ખાતર વાપરવા મજબૂર બને છે. પરંતુ પ્રકૃતિ પાસે આ સમસ્યાનો પણ હળ છે જેથી જીવાત પણ દૂર થાય અને પાકને નુકસાન પહોંચતું નથી. કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને જીવાતથી બચવા રાખનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી રહી છે. સંસ્થા ખાતે વાવેલા રીંગણાં અને ટામેટામાં પણ જીવાત થયા બાદ રાખનો ઉપયોગ કરતા પાંદડા સુધી પહોંચેલો જીવાતનો અસર તેના ફળ સુધી પહોંચતા અટકી ગયું હતું.

પ્રાકૃતિક ખેતીમાં હવે ગુજરાતની સાથે કચ્છ પણ સતત પ્રગતિ કરી રહ્યો છે. કચ્છના કુકમા ગામની શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક અને સજીવ ખેતી તરફ ખેડૂતોને પ્રેરિત કરી રહી છે. સંસ્થા ખાતે કરાતી પ્રાકૃતિક ખેતી થકી તેમાં આવતા અડચણો અને મુસીબતોથી વાકેફ રહે છે અને તેનો પ્રાકૃતિક નિદાન શોધવા પ્રયત્ન કરે છે.

હાલમાં જ સંસ્થા ખાતે વાવેલા રીંગણાં અને ટામેટાના પાકમાં જીવાત પડ્યા હતા. ઋતુ મુજબ માટીનું પ્રકાર અને વાતાવરણની અસરો વચ્ચે જીવાત પડતા રીંગણાં અને ટામેટાના પાંદડા પર તેની અસર દેખાઈ હતી અને પાંદડા ખવાઈ ગયા હતા. આ જીવાતને દૂર કરવા રાસાયણિક ખાતરને બદલે રાખનો વપરાશ કરવામાં આવતા આ જીવાતની અસર તેના ફળ સુધી પહોંચી ન હતી અને સારી માત્રાની સાથે સારી ગુણવત્તા વાળા ફળ પણ આવ્યા હતા.

આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતો યોગ્ય સમજના અભાવે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ લાકડાની રાખ એ પ્રાકૃતિક રીતે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી નીવડે છે. રાખમાં કેલ્શીયમ અને પોટેશીયમ જેવા પોષક તત્ત્વો તો હોય જ છે, સાથે-સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચુસીયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી થાય છે. રાખનો ઉપયોગ પાક ઉપર તથા થડ આસપાસની માટી પર છંટકાવ કરીને કરી શકાય છે.

રાખની અંદર એન્ટી બેકટોરિયલ, એન્ટી ફન્ગલના ગુણો છે અને સૂકું હોવાના કારણે બેક્ટેરિયા વાયરસની કોલોની વધવા દેતો નથી અને પાકને એક પ્રકારની પ્રોટેક્શન લેયર આપે છે. રસાયણીક ખાતરનું વપરાશ કરવાથી તેની અસર તેના ફળ પર પણ પડે છે અને તેને આરોગતા રાસાયણિક તત્વો આપણા શરીરમાં પ્રવેશે છે. બીજી તરફ રાખ એક એવું પદાર્થ છે જેને આરોગવાથી એસિડિટી જેવા રોગો નિયંત્રણમાં આવે છે.

તમારા શહેરમાંથી (કચ્છ)

First published:

Tags: Kutch, Local 18, ખેડૂત

أحدث أقدم