Thursday, January 12, 2023

Laborer dies after being buried in sand pile at Surat

સુરત: શહેરમાં વધુ એક અકસ્માતમાં શ્રમિકનું મોત નીપજ્યું છે. શહેરનાં સિમેન્ટ રેતીના પ્લાન્ટમાં રેતીનાં ઢગલામાં દબાઇ જતા 57 વર્ષનાં સંજય વિજય ઠાકુરનું મોત નીપજ્યુ છે. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિર માહિતી પ્રમાણે, શહેરનાં સિમેન્ટ રેતીનાં પ્લાન્ટમાં મજૂરીકામ કરતો મજૂર રાતે રેતીનાં ઢગલા પર સૂઇ ગયો હતો. આ દરમિયાન વહેલી સવારે રેતીનાં ટ્રકે ત્યાં રેતી ઢાલવતા મજૂર ડબાયો હતો. પરંતુ શ્રમિકે બૂમો પાડતા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને તેને નજીકનાં દવાખાનમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, તબીબે શ્રમિકને તપાસતા તેને મૃત જાહરે કરી દેવામાં આવ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અકસ્માત, ગુજરાત, સુરત

Related Posts: