Learn about the similarities between the Glow Garden and the Riverfront Flower Show AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: AMC દ્વારા દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આકર્ષક ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગ્લો ગાર્ડન અને ફ્લાવર શોને સંસ્થા દ્વારા અલગ અલગ વિષય આધારિત પ્રતિકૃતિઓ બનાવી લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. તો આવો આપણે પણ જાણીએ બંને વચ્ચેની સામ્યતા વિશે.

પ્રમુખ જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન) ની વિશેષતાઓ પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય આત્માઓના જીવનને શ્રદ્ધા અને ભક્તિના કિરણોથી પ્રકાશિત કર્યા છે. આ માટે શાશ્વત શ્રદ્ધાંજલિ તરીકે એક ગ્લો ગાર્ડન એટલે કે પ્રમુખ જ્યોતિ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. આ ગ્લો ગાર્ડનને છ થીમમાં વિભાજિત કરવામાં આવી છે: ભગવાન, ગુરુ, શાસ્ત્રો, રાષ્ટ્ર, વિશ્વ અને પ્રકૃતિ.

ગ્લો ગાર્ડનના દરેક તત્વનો ઉદ્દેશ્ય પ્રેરણાત્મક સંદેશ આપવાનો

આ જ કારણથી જગત પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્યોના સંયોજનથી ઝળહળી ઉઠે છે. આ બગીચાના દરેક તત્વનો ઉદ્દેશ્ય પ્રેરણાત્મક સંદેશ આપવાનો છે. ચમકતા તત્વોનું આ પ્રકાશમય પ્રદર્શન આ નગરનું સૌથી અનોખું આકર્ષણ છે. આમાં ખાસ વાત એ છે કે, અક્ષરધામ સ્મારકની બંને બાજુએ સમાન ગ્લો ગાર્ડન આવેલો છે. એટલે કે સમગ્ર ગ્લો ગાર્ડનની મિરર ઈમેજ બનાવવામાં આવી છે.

પ્રકૃતિના દરેક ફૂલ, પક્ષી અને પ્રાણી એ પ્રકૃતિમાં શ્રદ્ધા રાખવાનો સંદેશ સમજાવે છે. આ સંસાર મનુષ્યનો સુંદર માળો છે. તેને બચાવવા અને ટકાવી રાખવાની જવાબદારી આપણી છે. 40 ફૂટ પહોળો અને 10.5 ફૂટ ઊંચો માળો મિત્રતાની ભાવનાનું પ્રતીક છે. ગ્લો ગાર્ડનમાં સુંદર મોર, હાથી, અક્ષર દેરી, હંસ વગેરેના ઝળહળતા પ્રતિબિંબોનો સમાવેશ થાય છે.

આયોજક: BAPS સંસ્થા

તારીખ : 14મી ડિસેમ્બર 2022 થી 15મી જાન્યુઆરી 2023 સુધી

સ્થળ: પ્રમુખસ્વામી મહારાજ નગર, ઓગણજ સર્કલ પાસે, એસ.પી. રિંગ રોડ, અમદાવાદ

ટિકિટની કિંમત: પ્રવેશ નિ:શુલ્ક

કેવી રીતે પહોંચવું

હવાઈ માર્ગે: અમદાવાદ એરપોર્ટ જે લગભગ 20 કિ.મી. દૂર છે.

રેલ્વે દ્વારા: કાલુપુર રેલ્વે સ્ટેશન જે 18 કિ.મી. દૂર છે.

રોડ દ્વારા: અમદાવાદથી 15 કિ.મી. દૂર છે.

અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શો 2023 ની વિશેષતાઓ

31 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અદ્ભૂત અમદાવાદ ફ્લાવર શો 2023 ખુલ્લો મુક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વાર્ષિક ફ્લાવર શોમાં સુંદર ફૂલો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તમે ફ્લોરલ આર્ટ ઉપરાંત અસામાન્ય ફૂલોની પ્રજાતિઓ પણ જોઈ શકો છો. ભવ્ય રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં હંમેશા લટાર મારવાનો આનંદદાયક અનુભવ હોય છે.

ફ્લાવર શો નો ઉદ્દેશ્ય

મુખ્ય ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ અને અસામાન્ય ફૂલોનું અનન્ય પ્રદર્શન મૂકીને મુલાકાતી ઓને વાવેતર અને ફૂલો વિશે માહિતગાર કરવાનો છે. 2023 માં અમદાવાદ ફ્લાવર શોમાં સેવંતી, ગલગોટા, વર્બેના અને પેટુનિયા સહિત સ્થાનિક અને વિદેશી ફૂલોની વિવિધતા પ્રદર્શિત કરવામાં આવી છે.

મુલાકાતીઓ માટે વિવિધ ફાર્મ અને નર્સરીઓ, બાગાયત છોડ, બાગકામ અને રસોડાના બગીચાના ફૂલો અને છોડ તથા અસંખ્ય સ્ટોલ જેમ કે સાલ્વીયા રેડ અને તેમાંથી બનાવેલ વિવિધ શિલ્પોનું પ્રદર્શન છે. જેમાં જિરાફ, G20, હાથી, U20, મિલેટ યર, આઝાદી કા અમૃત મહોત્સવ, ભગવાન હનુમાનજી, ફૂટબોલ, યોગા અને બાર્બી ડોલ એ શો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલા અસામાન્ય ફૂલોના આકારોમાંથી બનાવેલા છે. આ ફૂલોનું પ્રદર્શન અનેક થીમ પર કેન્દ્રિત છે.

આયોજક: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

તારીખ: 31મી ડિસેમ્બર 2022 થી 15મી જાન્યુઆરી 2023 સુધી

સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

ટિકિટની કિંમત: પ્રવેશ ફી રૂ. 30 છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ પ્રવેશ ફી નથી.

કેવી રીતે પહોંચશો

હવાઈ માર્ગે : અમદાવાદ એરપોર્ટ જે લગભગ 12 કિ.મી. દૂર છે.

રેલ્વે દ્વારા : કાલુપુર રેલ્વે સ્ટેશન માત્ર 5 કિ.મી. દૂર છે.

રોડ દ્વારા : અમદાવાદની મધ્યમાં સાબરમતી નદીના કિનારે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, AMC News, Flower show, Local 18

Previous Post Next Post