https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/4807fedf-34f3-4b5d-b2bd-6c29b3f130c1_1673766608052.jpg
જુનાગઢ13 મિનિટ પહેલા
ગીર વિસ્તારમાં સિંહની સંખ્યામાં વધારો થતા અવારનવાર જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ ઘૂસી આવતા હોવાના વીડિયો સામે આવતા રહે છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામમાં સિંહો ઘૂસી આવતા ચાર ગાયનું મારણ કર્યું હતું. શિકારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામમાં ગતરાત્રિએ સિંહો ઘૂસી આવ્યા હતા અને ગામમાં ચાર ગાયનું મારણ કર્યું હતું. સિંહોએ કરેલા શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે વીડિયો વાઈરલ થતા ગામલોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

આ સમગ્ર ઘટના મામલે માળીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમિત ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જંગલમાં ગીચતા વધવાને કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે અને જેને કારણે આ શિકારની ઘટનાઓ બને છે. તો બીજી તરફ જે માલઢોરનો શિકાર થયો છે તે માટે માલઢોરના માલિકોને વળતર પણ ચૂકવવામાં આવે છે. આ ઘટનાની જાણ થતા સવારે વન વિભાગ જલંધર ગામે જઈ તપાસ પણ હાથ ધરી છે.