MG 4 Electric Car: Heavy Featured Car Mg4 Electric Unveiled In Auto Expo India 2023

MG New Electric Car The 4: ભારતીય ઓટો માર્કેટમાં ઓછામાં ઓછા સમયમાં ગ્રાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચૂકેલી એમજી કંપનીએ નવુ નજરાણું રજૂ કર્યુ છે. એમજી કંપનીએ દેશમાં શરૂ થઇ ચૂકેલા ઓટો એક્સ્પૉમાં પોતાની શાનદાર ઇલેક્ટ્રિક કાર ‘The 4 EV’ ને રજૂ કરી દીધી છે. જાણો કારમાં શું છે ખાસિયતો……  

ધ ફૉર ઇવી પાવર પેક – 
MG પોતાની નવી હેચબેક કાર (The 4 EV)ને MSP પ્લેટફૉર્મ પર તૈયાર કરશે. વળી, કંપનીએ આ નવી હેચબેક કારમાં 51kWhથી 64kWh નો તગડો પાવર પેક જોવા મળશે. જેની ડ્રાઇવ રેન્જ 350km સુધીની હશે. 

ધ ફૉર ઇવી ડાયમેન્શન – 
એમજીની આ કારની લંબાઇ 4.2 મીટર સુધીની હશે, જે આ (The 4) ઇલેક્ટ્રિક કારને કેબિનને, ખુબ સ્પેસની સાથે કન્ફૉર્ટ ફિલ આપશે. સાથે જ આ કારનો લૂક પ્રીમિયમ હેચબેકનો અનુભવ કરાવશે. 

ધ ફૉર ઇવ ફિચર્સ – 
એમજીએ પોતાની આ નવી ઇલેક્ટ્રિક કારના કેબિનમાં, નવી ડિઝાઇન વાળા ડેશબૉર્ડનો પ્રયોગ કર્યો છે, સાથે જ આને અલગ લૂક આપવ માટે ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટરની સાઇઝને નાની કરી છે. વળી, આ કારમાં ફ્લૉટિંગ ટચસ્ક્રીન જોવા મળશે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ઇલેક્ટ્રિક કારમાં ADAS સુરક્ષા પ્રણાલી આપવામાં આવશે, જે એમજી જેડએસના જેવી હોઇ શકે છે. 

live reels News Reels

ધ ફૉર ઇવી કિંમત –
એમજીએ ઓટો એક્સ્પૉમાં પોતાની આ શાનદાર કારની કિંમતનો ખુલાસો પણ કરી દેવામા આવ્યો છે, જે શરૂઆતમાં 14, 72,800 રૂપિયા હશે, એમજીએ થોડાક વર્ષોમાં જ ભારતના ઓટો માર્કેટમાં જે રીતે પક્કડ જમાવી છે, તેને જોતા તે ગ્રાહકોની નજીક છે. એમજી કારોમાં લેટેસ્ટ ટેકનોલૉજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમજી કારો હવે ભારતીય માર્કેટમાં ગ્રાહકોને ખુબ પસંદ આવી રહી છે. 

MG મોટર ઈન્ડિયાએ ગુજરાતમાં વિસ્તકરણ કર્યું, વાપીમાં ખોલી ડીલરશિપ

વાપીઃ એમજી મોટર ઈન્ડિયાએ વાપીમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. એમજી વાપીના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ભાવનાત્મક ગતિશિલતાની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં એમજી મોટર ઈન્ડિયાના નેશનલ હેડ – ડીલર ડેવલપમેન્ટ પંકજ પારકરની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો.

એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માંગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે જે અંતર્ગત એમજી વાપીના ઉદઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે. એમજી વાપીનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે કારણકે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે.  એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછાં કુલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રિસેલ વેલ્યુની ખાતરી આપે છે.

Car loan Information:
Calculate Car Loan EMI

أحدث أقدم