https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/20351b61-be87-4de7-8438-a27201f2fc8c_1674020984483.jpg
પાટણ13 મિનિટ પહેલા
ઉતરાયણના પર્વમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ તેનો વપરાશ થયો હોવાના સામે આવી રહ્યા છે જેમાં સિદ્ધપુર સમોડા હાઇવે ઉપર આધેડ ઉંમરના બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગળામાં દોરી આવતા ગંભીર રીતે ઇજાઘસ થતા તાત્કાલિક ધોરણે મહેસાણા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સિધ્ધપુર ના સમુડા ગામના વતની ઝાકીર ભાઈ ઉંમર વર્ષ 55 ગતરોજ સિદ્ધપુરથી સમોડા પોતાના ઘરે બાઈક ઉપર જઈ રહ્યા હતા.તે દરમિયાન રસ્તામાં અચાનક ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવી જતા ફસાઈ જવાના કારણે ગંભીર રીતે ગળાના ભાગે ચીરો પડી લોહી લુહાણ હાલતમાં પછડાયા હતા. ઘટનાના પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થતાં સિધ્ધપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ ગંભીર હાલત હોય વધુ સારવાર માટે મહેસાણા સામવેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં દોરીના કારણે 80 પક્ષીઓના મોત થઈ ચૂક્યા છે
ઉતરાયણના પર્વમાં ચાર લોકો ધાબા ઉપરથી પટકાવવાના બનાવો બન્યા છે. દોરીના કારણે ઘાયલ થયેલા પક્ષીઓ પૈકી 80 પક્ષીઓના મોત થયા છે. ત્યારે સત્વરે સંસ્થાઓ વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા રખડતી દોરીનો નાશ કરવામાં આવે તો વધુ કોઈ ઘાતક કે જીવલેણ બનાવના બને તે જરૂરી બન્યું છે.