https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/orig_30_1673916772.jpg
મોડાસા4 મિનિટ પહેલા
- કૉપી લિંક

- અધિકારીઓ આ રોડ પરથી પસાર થવા છતાંતેમના પેટનું પાણી પણ હલતું નથી
- પથ્થરો ઉડી વાહનચાલકો પર પડતાંચાલકોમાં અકસ્માતનો ભય
મોડાસા રાજેન્દ્રનગર હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ડામર રોડ ઉપર બ્લેક સ્ટોન પસાર થતાં વાહનો પર હવામાં ફંગોળાતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની બૂમ ઉઠી છે. મોડાસા હિંમતનગર નેશનલ હાઇવેને જોડતો માર્ગ 24 કલાક આ રસ્તો વાહનો થી ધમધમતા હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે રસ્તા પર પડેલા ખાડા પૂરવા અને ડામરના પેચ કરવા લોકોની માગણી ઉઠી છે.
રાજેન્દ્રનગર ચોકડીથી મોડાસાને જોડતો 22 કિમી માર્ગ સાવ બિસ્માર બની ગયો છે અને ઠેર-ઠેર ડામર ઉખડી જતાં ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બંને જિલ્લાને જોડતા આ રસ્તાનું જાણે કોઈ રણીધણી જ ના હોય તેવી લોકોની બૂમ ઉઠી છે.
બિસ્માર રસ્તા ના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાથી લોકો અકસ્માતનો ભોગ બને છે. આ માર્ગ થી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ વારંવાર પસાર થઈ રહ્યા હોવા છતાં તેમના પેટનું પાણી પણ હલતું નથી.