mother throws two months baby girl from third floor in Ahmedabad – News18 Gujarati
આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની બે માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જોકે, બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઉલ્લખનીય છે કે, 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે વધુ સારવારની જરૂર હોવાથી ફરજ પરના ડોક્ટરએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે કહ્યું હતું. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો સહન નહીં કરે’
1200 બેડની હોસ્પિટલમાં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવેલ હતી. જેની પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતાં ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી. જોકે ફરિયાદીએ પણ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ના હતી.
આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલી જોવા મળી હતી. જોકે, થોડીવાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી.
માતાએ બે માસની દિકરીની કરી હત્યા
માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થઈ હોવાનું નાટક
પોલીસે હત્યારી માતાની કરી ધરપકડ#NewsUpdate #Gujarat #Ahmedabad #Crime pic.twitter.com/PfJPkFApvS— News18Gujarati (@News18Guj) January 2, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Baby girl, CCTV footage, અમદાવાદ, ગુજરાત
Post a Comment