દિવડાકોલોની26 મિનિટ પહેલા
- કૉપી લિંક

કડાણાના નાયબ મામલતદારનો દારૂના ઞ્લાસ સાથેનો વિડીયો વાયરલ થયો
- મહેસુલી અધિકારીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો
મહીસાગર જિલ્લાના એક મહેસૂલી અધિકારી ગુજરાતમાં સરેઆમ દારૂબંધી મજાક ઉડાવતા હોય તેમ દારૂના ગ્લાસ સાથે મહેફિલ માણતા વિડિયોમાં જોવા મળતાં જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહિસાગર પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં નવા વર્ષની ઉજવણીમાં કોઇ નશો કરી અરાજકતા ન ફેલાવે તે માટે વિભાગને કડક કાર્યવાહી કરવાની સુચના અાપવામાં અાવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર રાકેશ પરમાર દારૂનો ગ્લાસ હાથમા લાઈ સામે વાળી વ્યક્તિ સાથે દારૂના નશામાં ચર્ચા કરતો વિડીયો સોશ્યિલ મીડિયામા વાયરલ થયો હતો.
આ વીડિયોમાં તેઓ જણાવે છે કે અડધા કલાક કલાક કે પછી અાવતી કાલે પુછીશ તો અાપડી ઝલક જે બોલશે તે જ બોલશે. તેવુ બોલતા નજરે પડે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં એક મહેસૂલી અધિકારી ધાબા પર ખુરશીમાં બેસી હાથ મા દારૂના ગ્લાસ વાળી મુદ્રામાં હોય તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જે અંગે કડાણા પોલીસ દ્રારા વાયરલ વિડીયોને આધારે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ કરવા સૂચના અાપી છે
લુણાવાડા તથા કડણામાં કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં પીણુ પીતા હોય તેવુ જણાઇ અાવતા અા અંગેના કુટેજ મેળવ્યા હતા. જેમા કડાણાના નાયબ મામલતદારનો વિડીયો વારયલ થતા કડાણા પી અાઇને ઉંડાણમાં તપાસ કરવા સુચના અાપી છે. – પી અેસ વડવી મહિસાગર ડીવાયઅેસપી