Sunday, January 15, 2023

NCCએ 75માં વર્ષમાં પ્રવેશ કરતા દાંડીમાં પકવેલું મીઠું PM મોદીને આપશે,NCCએ રાષ્ટ્રીય કક્ષાએ ડેવલપ કરેલું સોફ્ટવેર પણ લોકર્પિત થશે | As NCC enters its 75th year, it will give salt to PM Modi, the software developed by NCC at the national level will also be unlocked.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/a2d9ae86-af82-4a89-9aea-8d992ba344ed_1673765548085.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • As NCC Enters Its 75th Year, It Will Give Salt To PM Modi, The Software Developed By NCC At The National Level Will Also Be Unlocked.

નવસારી17 મિનિટ પહેલા

ભારત આત્મનિર્ભર બની રહ્યો છે અને મીઠાથી લઈ સોફ્ટવેર દરેક ક્ષેત્રમાં ભારત પોતાની ક્ષમતા દર્શાવી ચૂક્યો છે. ત્યારે સોલ્ટ ટૂ સોફ્ટવેર સ્લોગન સાથે 27 કેસેટ્સ દાંડીથી દિલ્હી સુધી જનાર બાઈક રેલીને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની યુવા પાંખ જે સ્કૂલ અને કોલેજના તરૂણ અને યુવાનોને સેના સમકક્ષ તાલીમ આપે છે, એવી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નો 75 વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 25 NCC કેડેટ્સ 409 કિમીની સાયકલ યાત્રા કરીને નવસારીના ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે પહોંચ્યા હતા. દાંડીમાં NCC ના અન્ય કેડેટ્સ અને અધિકારીઓએ એક દિવસ રોકાણ કરી પોતાના હાથે મીઠુ પકવ્યું હતુ. જ્યારે આજે સવારે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને NCC ના ADG અરવિંદ કપૂર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં NCC કેડેટ્સ દ્વારા પકવેલ મીઠુ અને NCC ની સોફટવેર સીડી સાથે 27 કેડેટ્સ બાઈક રેલી લઈ દિલ્હી જવા રવાના થયા હતા. જેમને નાણાં મંત્રી અને ADG એ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

NCCએ પોતાનું સોફ્ટવેર ડેવલપ કર્યું
અત્યાર સુધી NCCનું રાજ્યકક્ષાએ સોફ્ટવેર ઓપરેટ થતું હતું પણ રાષ્ટ્રીય કક્ષેએ કેડેટ્સ માટે યુનિવર્સલ સોફ્ટવેર ડેવલપ કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ કોઇપણ રાજ્ય માંથી રનરોલમનેટ કરી શકશે.આ સોફટવેરની સીડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 28મી જાન્યુઆરીને દિવસને આપવામાં આવશે.દેશએ મીઠાથી શરૂ કરેલું ક્રાંતિ સોફ્ટવેર સુધી પહોંચી છે. જેના પ્રતીકરૂપે NCCના 75માં વર્ષના પ્રવેશ નિમિત્તે કાર્યક્રમનું નામ સોલ્ટ સે સોફ્ટવેર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…