સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

વીતેલા વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ઉજવણી શરુ થઇ ગઇ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ,ક્લબ સહિતની જગ્યાઓ પર ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ડીજેના તાલે ઝુમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. સુરતના રી બાઉન્સ ખાતે 31st ની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા.
31st ની સુરતમાં ઉત્સાહ ભેર ઉજવણી
સુરતમાં નવા વર્ષની ઉજવણી શરુ થઇ ગયી છે. યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શ્હેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ, ક્લબ સહિતની જગ્યાઓ પર વિવિધ આયોજનો કરાયા છે. ડીજે અને ફિલ્મી ગીતો પર સુરતીઓ પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે.

સુરતીઓ પરિવાર તથા મિત્રો સાથે ઉજવણી કરી
ગ્રુપ બનાવી યુવા ડીજે પર ઝૂમ્યા
શહેરમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ બરોબર જામ્યો છે. ભારે ઉત્સાહ સાથે લોકો મનમુકીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.સુરતના વેસુ ખાતે આવેલા રીબાઉન્સ ગેમ ઝોન ક્લબ ખાતે 31 st ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.અહી મોટી સંખ્યામાં સુરતના લોકો ઉજવણીમાં જોડાયા હતા.યુવા યુવતીઓ ગ્રુપ બનાવી આ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ હવે નિયંત્રણો હળવા થતા મોટી સંખ્યામાં લોકો થર્ટી ફસ્ટની ઉજવણીના આયોજનમાં પહોચ્યા છે. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.

યુવા યુવતીઓ ગ્રુપ બનાવી પાર્ટીમાં જોડાયા
પોલીસ પણ ખાસ નજર રાખી રહી છે
બીજી તરફ સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ પણ એલર્ટ છે.સુરત પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ તેમજ ડુમસ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત છે. પોલીસ દ્વારા બ્રીથ એનેલાઇઝર મશીન તેમજ એન્ટી ડ્રગ્સ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ફાર્મ હાઉસમાં પાર્ટીઓ થતી હોય છે ત્યારે ફાર્મ હાઉસમાં થતી દારૂ પાર્ટીઓ પર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ પાર્ટીઓમાં મહિલાની છેડતીઓના બનાવો ન બને તે માટે પોલીસની શી ટીમ પણ એલર્ટ છે. શી ટીમ દ્વારા સાદા કપડામાં રહીને વોચ રાખવામાં આવી રહી છે.

31st ની પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા