https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/d508d923-9503-47c9-991f-f332ab43177d_1673796255389.jpg
જુનાગઢ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

કેશોદના રહેવાશી ચંદ્રેશભાઇ ધીરૂભાઇ દેવાણી એ પોતાનો માલીકીનો કેમેરા “Canon 5D Mark-2” કિ.રૂ. 40,000 no નો OLX પર વહેચવા તેમજ ભાડેથી આપવા માટે મુકેલ. જે અજાણ્યા ઈસમે ગઇ તા. 30/8/2022 ના અરજદાર ચંદ્રેશભાઇ ધીરૂભાઇ દેવાણીને OLX પર મેસેજ કરી કેમેરો ભાડેથી આપો છો કે કેમ? તે પૂછતા હા કહી કેશોદથી જૂનાગઢ વ્યકિતને જૂનાગઢ બસ સ્ટેશનમાં તેમનો કેમેરો એક દિવસ માટે ભાડેથી આપેલ.અને અરજદારે સામાવાળાનું આધાર કાડૅ આઇ.ડી.પ્રૃફમાં લીધેલ હતુ. કેમેરો ભાડે થી આપેલનો સમય પુરો થઇ જતા ચંદ્રેશભાઇ દેવાણી કેમેરો ભાડે આપનારને મોબાઇલ પર અવાર નવાર સંપકૅ કરતા તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ બતાવતા જે આઇ.ડી.પ્રૃફ આપ્યું હતું તે સરનામા અપાર કોઈ વ્યક્તિ ના રહેતી હો તેવું જાણવા મળતા ચંદ્રેશ દેવાણી એ જૂનાગઢ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની લેખિત અરજી કરી હતી.

જે બાબતે ડી.વાય.એસ.પી હિતેષ ધાંધલ્યાને રૂબરૂ મળતા હિતેશ ધાંધલ્યાએ પોલીસ નો પુરો સાથ સહકાર હંમેશા પ્રજા માટે છે તેવું જણાવ્યું અને પોલીસ સ્ટાફ ને આ બાબતે વહેલી તકે આ કડી શોધવા જણાવ્યું હતું ત્યારે એ.એસ.આઇ. કમલેશભાઇ જેરામભાઇ તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.કોન્સ. રાજેશભાઇ પરબતભાઇ દ્વારા ટેક્નિકલ સોર્સથી ઉંડાણ પુવૅક કરતા ઇરફાન અહેમદભાઇ બેલીમ અને તેનો મિત્ર મયુર દુલાભાઇ નાગરેચા ભાવનગરથી જૂનાગઢ બંને આવેલા અને મયુરે ચંદ્રેશ દેવાણી ફોન કરી જૂનાગઢ બસ સ્ટેશનમાં બોલાવેલ અને અરજદાર પાસેથી કેમેરો એક દિવસ માટે ભાડેથી લઇ પરત ભાવનગર જતા રહ્યા હતા તે કબૂલ્યું હતું .ત્યારે પોલિસે યુકિત-પ્રયુકિતથી વાત કરી અરજદારનો કેમેરો કિંમત રૂ. 40,000, નો કેમેરો અરજદાર ચંદ્રેશ દેવાણી ને પરત આપ્યો હતો ત્યારે ચંદ્રેશ દેવાણીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને ભવિષ્યમાં તકેદારી રાખવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદાર યુવાન વયના હોય અને પોતે અભ્યાસ કરતા પોતાનો કેમેરો કિમંતી હોય પરત મળતા ખૂબ જ આનંદ વ્યક્ત કરી,પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર ને સાર્થક કર્યું છે આ સરાહનીય કામગીરી બદલ ડીવાયએસપી તેમજ જુનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.