Makar Sankranti 2023 Daan:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ દર વર્ષે હર્ષોઉલ્લાસ સાથે મનાવાય છે. આ પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે. રાશિનુસાર દાન કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
મેષ-મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં મેષ રાશિના જાતકોએ જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
વૃષભઃ– વૃષભ રાશિના લોકોએ સૂર્યદેવની કૃપા મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તેઓ કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાયેલા હોય તો તેમાંથી મુક્તિ મળે છે.
મિથુનઃ- મિથુન રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તેમના જીવનમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ અને ફળદાયી છે.
News Reels
કર્કઃ- કર્ક રાશિના જાતકોએ આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ છે.
સિંહ – સિંહ રાશિના જાતકે તાંબુ અને ઘઉંનું દાન સંક્રાંતિમાં કરવું જોઇએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે.
કન્યા — કન્યા રાશિના જાતકો દ્વારા મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા કપડાનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. કોઈ પણ જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને શુભ સમયે દાન કરવાથી વિશેષ ફળ મળે છે.
તુલા — મકરસંક્રાંતિના દિવસે તુલા રાશિવાળા લોકોએ સફેદ હીરા, ખાંડ અને ધાબળાનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આ દાન વિશેષ લાભદાયી છે.
ધન – મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
મકર- – મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી.
કુંભ – પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી માટે ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળું કપડું, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.
મીન – મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે