One person's stubbornness got Junagadh a science museum; Know what is the truth.apj – News18 Gujarati

Ashish Parmar, Junagadh: ઘણી વખત સાંભળવા મળે છે કે તમારી એક જીદ દુનિયાને બદલવા માટે કાફી છે ત્યારે જૂનાગઢનું આવેલું સાયન્સ મ્યુઝિયમ આજે એક વ્યક્તિની જીદથી અડીખમ ઊભું છે જૂનાગઢમાં રહેતા જયેન્દ્રસિંહ બી જાદવ કે જેઓએ જુનાગઢમાં સાયન્સ મ્યુઝિયમ બનાવવા માટે સંકલ્પ લીધેલો તેમના આ સંકલ્પને તેમના પરિવારજનોએ પણ સાત સહકાર નહોતો આપ્યો પરંતુ આજે આ સાયન્સ મ્યુઝિયમમાં કેટલાય વિદ્યાર્થીઓ રોજે આવે છે અને કંઈક નવું શીખીને જાય છે.

1998 માં કરવામાં આવી સાયન્સ મ્યુઝિયમની સ્થાપના

આ સાયન્સ મ્યુઝિયમની સ્થાપના 1998 માં કરવામાં આવી ત્યારબાદ આજ સુધી અલગ અલગ પ્રકારના સમયને આનુસંગિક ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં 3D મુવીઝ, ડાયનોસોર ગેમ્સ સહિતની અનેક સુવિધા વધારવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન લઈને જઈ રહ્યા છે બહારના જિલ્લાઓમાંથી હાલમાં અહીં પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ખૂબ શીખવા મળી રહ્યું છે.

મ્યુઝિયમ ની સ્થાપના પહેલા અનેક જગ્યાએ એનાલિસિસ થયા

આ સાયન્સ મીડીયમ ની સ્થાપના કરતા પહેલા જયેન્દ્રસિંહ જાદવે ગુજરાતમાં આવેલા અલગ અલગ જગ્યાએ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન કઈ રીતે વધુમાં વધુ મળી શકે તે માટે દરેક સાયન્સ સિટીના મુલાકાત લઇ અને તેમના વિશે જાણકારી લીધી. ત્યારબાદ જૂનાગઢમાં સાયન્સ સીટી મ્યુઝિયમ ની સ્થાપના કરી અને આજે તેમના પૌત્ર સહિત દરેક લોકો અહીંનું સંચાલન કરી રહ્યા છે

જાણો શું છે અહીંની ફી

અહીં ફી માટે પણ નજીવા દર રાખવામાં આવ્યા છે અહીં કોઈ સ્વતંત્ર રીતે મુલાકાત લેવાય છે તો રેગ્યુલર ફી તથા કોઈ સંસ્થા પોતાના બાળકોને લઈને અહીં પ્રવાસ અર્થે આવે છે તો ફીની કિંમતમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અહીં ગમ્મત સાથે જ્ઞાનનો ખજાનો મળી રહે છે અને જે તે શાળાએથી પ્રવાસ લઈને આવેલા સંચાલકોને પોતાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન આપ્યાની ખુશી મળે છે.

અહીં કરી શકાય છે સંપર્ક

જો તમે પણ કોઈ શૈક્ષણિક પ્રવાસ લઈ અને તમારા વિદ્યાર્થીઓને અહીં લાવવા માંગો છો તો અહીંના સંપર્ક નંબર : 0285 2623565 પર સંપર્ક સાધી શકો છો અને માહિતી મેળવી શકો છો.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Junagadh news, Local 18, Museum

Previous Post Next Post