Saturday, January 14, 2023

ઉતરાયણ પર્વ નિમિત્તે પાટણ વાસીઓએ ફાફડા જલેબી અને ઊંધીયાની જયાફત માણી | Patan residents feasted on Fafda Jalebi and Undhiya on the occasion of Uthrayan Parva.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/bdb03e40-39ef-4fb6-b85a-e720ddbaee95_1673682269159.jpg

પાટણ17 મિનિટ પહેલા

ઉત્સવપ્રિય પાટણની જનતા તમામ ઉત્સવોને હર્ષોલ્લાસ અને વાતાવરણ વચ્ચે ઉજવીને યાદગાર બનાવતા હોય છે ત્યારે મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે પણ પાટણ વાસીઓએ પતંગ ઉડાડવાની મજા ની સાથે સાથે ફાફડા જલેબી અને ઊંધીયા ની જયાફત પણ મન ભરીને માણી હતી. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણો ની દુકાનો અને નાસ્તાની લારી ઉપર વહેલી સવારથી જ પાટણ વાસીઓ ગરમાગરમ ઉંધીયું અને રસ ઝરતી જલેબી સાથે ફાફડા લેવા લાઈનો જોવા મળ્યા હતા.

ચાલુ સાલે બેસન તેલ ઘી સહિતની વસ્તુ માં થયેલા ભાવ વધારાના કારણે ફાફડા જલેબી અને ઊંઘયામાં પણ 20 થી 25% ભાવ વધારો જોવા મળ્યો હતો છતાં પાટણની સ્વાદપ્રિય જનતાએ સહ પરિવાર સાથે ધાબા,અગાસી ઉપર પતંગ ઉડાડવાની મજા સાથે ફાફડા જલેબી અને ઊંધીયા ની મજા માણી મકરસંક્રાંતિ પર્વને યાદગાર બનાવ્યો હતો..

અન્ય સમાચારો પણ છે…

Related Posts: