Wednesday, January 18, 2023

Pitch Report: Know Hyderabad Pitch Mood Of Today 1st ODI Between India And New Zealand

India vs New Zealand 1st ODI Pitch Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે, આ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પ્રથમ વાર આ મેદાનમાં વનડે રમવા માટે ઉતરી રહી છે, અને જીત મેળવીને સીરીઝની શરૂઆત કરવા પ્રયાસ કરશે. જોકે આ બધાની વચ્ચે પીચ રિપોર્ટ જાણી લેવો જરૂરી છે, આજે કઇ ટીમને પીચ મદદ કરશે, ને કેટલો થઇ શકે છે વધુમાં વધુ સ્કૉર, જાણો અહીં……. 

શું કહે છે પીચ રિપોર્ટ – 
હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઇર રહી છે, આ ગ્રાઉન્ડ પર પીચની વાત કરીએ તો, અહીં જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ પીચ સ્લૉ થતી જશે. આનો અર્થ છે કે, અહીં ફાસ્ટ બૉલરોની સરખામણીમાં સ્પીનર્સને વધઉ મદદ મળશે.

પરંતુ જો છેલ્લી મેચોની સ્થિતિને જોઇએ તો, અહીંની પીચ બેટિંગ માટે ખુબ અનુકુળ રહેશે. સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચમાં 350થી વધુ બન્યા હતા. અહીં રમાયેલી છેલ્લી 6 વનડેમાં ત્રણ મેચોમાં ટીમે લક્ષ્યનો પીછો કરતાં જીત નોંધાવી છે, જ્યારે ત્રણ મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી મેચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરનારી ટીમને ફાયદો રહેશે, એટલે કે ટૉસ જીતનારી ટીમને ફાયદો એ રહેશે કે તે પહેલા બેટિંગ કરીને મોટી સ્કૉર ઉભો કરી શકશે. ખાસ વાત છે કે, કીવી ટીમ આ મેદાનનાં પહેલીવાર વનડે મેચ રમવા ઉતરી રહી છે, તો ભારતીય ટીમ અહીં છે વનડે મેચ રમી ચૂકી છે.

Related Posts: