PM Modi Road Show: મિશન 2024ની રણનીતિ તૈયાર કરવા માટે દિલ્હીમાં આજથી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠક પહેલા પીએમ મોદી એક મોટો રોડ શો કરશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 16 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી સંસદ માર્ગ-જયસિંહ રોડ જંકશન સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. એક નિવેદનમાં, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, “સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે રોડ શો રૂટની આસપાસના વિસ્તારોમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવશે.”
પીએમ મોદીના આ રોડ શોને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારણે ટ્રાફિક એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અશોકા રોડ (વિન્ડસર પ્લેસથી જયસિંહ રોડ જીપીઓ બંને કેરેજ વે), પાર્લામેન્ટ સ્ટ્રીટ, ટોલ્સટોય રોડ (જનપથથી સંસદ સ્ટ્રીટ), રફી માર્ગ (રેલ ભવનથી સંસદ સ્ટ્રીટ), જંતર-મંતર રોડ, ઇમ્તિયાઝ ખાન માર્ગ અને બાંગ્લા સાહિબ લેન 16 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે.