https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/1_1673851467.jpg
વડોદરા6 મિનિટ પહેલા
સયાજી હોસ્પિટલનો આઇસોલેશન વોર્ડ.
વડોદરા શહેરમાં કોરોનાની દહેશત વચ્ચે વાઘોડિયા રોડની 25 વર્ષિય ગર્ભવતી મહિલામાં H3N1 પોઝિટિવ લક્ષણો જણાતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇન્ફ્લ્યુએન્ઝાનો પ્રથમ દર્દી દાખલ થતાં તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
દર્દી સ્પેશિયલ વોર્ડમાં દાખલ
સયાજી હોસ્પિટલના સિનિયર ડો. ઓસમાન બેલીમે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતી 25 વર્ષિય ગર્ભવતી પરિણીતામા H3N1 ના પોઝિટિવ લક્ષણો જણાઈ આવ્યા છે. આ ફ્લૂ ડુક્કરમાંથી ફેલાતા રોગનો પોઝિટિવ કેસ નોંધાયો છે. દર્દીને સયાજી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

ડૉ ઓસમાન બેલીમ, સિનિયર તબીબી અધિકારી, સયાજી હોસ્પિટલ.
કાળજી રાખવી જરૂરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ આ પ્રકારનો કોઈ દર્દી થયો દાખલ થયું છે. શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો દર્દીમાં જણાય છે. ભૂતકાળમાં અનેક લોકોના H3N1 વાઇરસ ભોગ લઈ ચૂક્યો છે. વાઇરસમાં વાઘોડિયા રોડની 25 વર્ષીય ગર્ભવતી મહિલા સંક્રમિત થઈ છે. 22 અઠવાડિયાનો ગર્ભ છે. મહિલા તાવ અને કફની સમસ્યાથી પીડાતી હતી. હાલ દર્દીની હાલત સ્થિર છે. બે દિવસમાં રજા આપી દેવાશે. કોરોના વખતે જે કાળજી રાખી હતી, એવી કાળજી રાખવી જરૂરી છે.