પોરબંદર છાંયા નગરપાલિકા સંચાલિત ગૌ શાળા મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને ગૌ રક્ષકો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ | A presentation was made to the Chief Officer by Congress leaders on the issue of cow school run by Porbandar Chanya Municipality

પોરબંદર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા શહેર યુથ કોગ્રેસ અને સામાજિક આગેવાનો ગૌ રક્ષકો દ્વારા આજે મોટી સંખ્યામાં કોંગ્રેસની આગેવાનીમા પોરબંદર છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર છાંયા નગરપાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌ શાળામાં પશુઓ સિંહ-દિપડાના શિકાર થયા હતા અને વધુ પશુઓના શિકાર ન થાય તે માટે વહેલી તકે ગૌ શાળામાં દીવાલ ઊંચી બનાવવામા આવે અને દીવાલની ફરતે ફેન્સિંગ લગાવામાં આવે તેને લઇને પાલિકા કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામા આવી હતી.

જેના જવાબમાં પાલિકાના ચિફઓફીસર દ્વારા એવું કહેવામાં આવ્યું હતુ કે, આ અંગે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામા આવશે. કોગ્રેસ પક્ષના પાંચેય સુધરાઇ સભ્યોની સર્ક્યુલર ઠરાવ કરવા અંગે બાહેધરી આપી છતાં નગરપાલિકાએ મંજૂરી ન આપી. ત્યારે આગેવાનોએ જણાવ્યુ હતુ કે, મોટા નેતાઓના આગમન સમયે રાતો-રાત રસ્તાઓ બની જાય છે. ત્યારે કેમ જનરલ બોર્ડની જરૂર નથી પડતી. અનેક ચર્ચાઓ પછી વૈકલ્પિક જગ્યાએ ગાયોને સ્થળાંતર કરવા ખાત્રી આપવામાં આવી હતી. ગાયોના સ્થળાંતર મુદ્દે કરવામાં આવેલા રજૂઆતને લઇને યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને સામાજીક અને ગૌ પ્રેમીઓ દ્વારા ચીફ ઓફિસરનો આભાર માનવામા આવ્યો હતો.

આ રજુઆતમાં શહેર યુથ કોંગ્રેસ હેરી કોટીયા, જિલ્લા ઉપપ્રમુખ આનંદ પુંજાણી, દીપક ઓડેદરા,ફેઝલ હાલા, દેવાંગ હુંણ, કલ્પેશ જુંગી, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ કારિયા, કાઉન્સિલર ફારુક સૂર્યા, ભીખુ ઢાંકેચા, ભાનુબેન જુંગી તથા કોંગ્રેસ આગેવાનો દિલાવર જોખીયા, દાનુ ઓડેદરા, દેવદાસ ઓડેદરા, મનોજ મકવાણા, અશોક જુંગી, ધીરુ ઝાલા, જિલ્લા મહિલા પ્રમુખ ભારતીબેન ગોહેલ, શહેર પ્રમુખ હંસાબેન તુંબડીયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post