Prithvi Shaw Ranji Trophy: Prithvi Shaw Out For 379 Runs, Hits The Highest Individual Score For Mumbai

Prithvi Shaw Ranji Trophy: ભારતીય ટીમની બહાર રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ ફરી એકવાર રન બનાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 23 વર્ષીય પૃથ્વી શૉએ પણ પોતાની ઇનિંગ્સથી બીસીસીઆઇ પસંદગીકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પૃથ્વી શૉએ રણજી ટ્રોફી 2022-23 સીઝનમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

વાસ્તવમાં મુંબઈની ટીમ તરફથી રમતા પૃથ્વી શૉએ આસામ સામેની મેચમાં 379 રનની ઈનિંગ રમી હતી. આ મેચ ગુવાહાટીના અમીનગાંવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પૃથ્વી શૉ 400 રનનો ઐતિહાસિક આંકડો ચૂકી ગયો છે. તેને આસામના રિયાન પરાગે LBW આઉટ કર્યો હતો.

પૃથ્વી શોએ માંજરેકરનો રેકોર્ડ તોડ્યો હતો

આ સાથે પૃથ્વી શૉ ભારતીય ફર્સ્ટ ક્લાસ અને રણજીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. તેણે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 1991માં મુંબઇ તરફથી હૈદરાબાદ સામે 377 રન બનાવ્યા હતા.

live reels News Reels

નોંધનીય છે કે ફર્સ્ટ ક્લાસ અને રણજીના ઈતિહાસમાં 400 રન બનાવવાનો રેકોર્ડ માત્ર એક જ વાર બન્યો છે. આ રેકોર્ડ મહારાષ્ટ્રના જ બીબી નિમ્બાલકરે બનાવ્યો હતો. તેણે 1948ની સીઝનમાં મહારાષ્ટ્ર તરફથી રમતી વખતે કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

પૃથ્વી શૉએ ધમાકેદાર ઇનિંગ રમી

પૃથ્વી શૉએ મેચમાં 383 બોલમાં 379 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સમાં આ ઓપનરે 4 સિક્સર અને 49 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 98.96 હતો. તે રમતના પહેલા દિવસે 240 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુંબઈની ત્રીજી વિકેટ 598ના સ્કોર પર પડી હતી. હાલમાં મુંબઈ ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે મેચમાં સદી ફટકારી રહ્યો છે.

IND vs AUS: ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, નાગપુર ટેસ્ટમાંથી બહાર રહેશે મિશેલ સ્ટાર્ક

Australia Test Squad Against India: ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 18 સભ્યોની ટીમમાં 22 વર્ષના યુવા સ્પીનર ટૉડ મર્ફીને સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં સ્ટાર બૉલર મિશેલ સ્ટાર્ક અને ધાંસૂ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનની ઇજા ચિંતાનો વિષય બની છે. ગ્રીનને સીરીઝની શરૂઆતી મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવેશે. વળી, મિશેલ સ્ટાર્ક નાગપુરમાં રમાનારી પહેલી ટેસ્ટમાથી બહાર રહેશે. ગ્રીન અને સ્ટાર્ક સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયા હતા, આ બન્ને ખેલાડીઓની આંગળીઓમાં ફેક્ચર થઇ ગયુ હતુ. 

ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે કાંગારુ ટીમમાં 4 સ્પીનર્સને સામેલ કરવામાં આવ્યા છે. ઓફ સ્પીનર ટૉડ મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવી છે. તેના બેસ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તેને ટીમમાં જગ્યા આપી છે. ઓસ્ટ્રેલિયાની આખી સ્ક્વૉડ પર નજર નાંખીએ તો ટૉડ મર્ફી, એશ્ટન એગર, મિશેલ સ્વેપ્સન અને નાથન લિયૉન સ્પીન બૉલર તરીકે સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે એડમ જામ્પાની સરખામણીમાં ટૉડ મર્ફીને સમાવવાનો યોગ્ય સમજ્યો.