Rajkot: The body of a woman who was found mutilated a year ago has been unearthed

રાજકોટ: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર કેમ ના હોય તે એક ના એક દિવસ પોલીસના હાથે લાગી જ જતો હોઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટના ગોંડલ તાલુકામાં. એક વર્ષ પૂર્વે અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આરોપી પતિ ઝડપાઈ જતાં તેણે પોલીસ સમક્ષ હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી.

રિપોર્ટમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો થયો હતો ખુલાસો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પૂર્વે ખોવાયેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તે સમયે પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવતા તેની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે ગત 15 નવેમ્બર 2021ના રોજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અકસ્માતના મોતની તપાસ દરમિયાન ફોરેન્સિક પીએમ કરતી વખતે ડોક્ટરે જરૂરી સેમ્પલ લીધેલા હતા. તેમજ લાશ સંપૂર્ણપણે ખોવાઈ ગયેલી હાલતમાં મળી આવેલી હોવાથી મૃતક વિશે કેમિકલ પૃથ્થકરણ કરવું જરૂરી હતું. તેથી જરૂરી સેમ્પલો કેમિકલ એનાલિસિસ અર્થે રાજકોટની ફોરેન્સિક લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકના સ્ટમબોનમાં ડાયટમ્સની હાજરી મળી આવેલ ન હોવાથી, તેમજ મૃતકની લાશ પાદર ડેમના કાંઠે પાણીમાંથી મળી આવેલી હોવાથી, કેમિકલ એનાલિસિસ રિપોર્ટ સાથે મૃતક મોત વિશે અભિપ્રાય મેળવવામાં આવતા મૃતકનું મોત માથાના ભાગે ઇજા વાગવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. આમ, જે લાશ એક વર્ષ પૂર્વે ડેમના કાંઠેથી મળી આવી હતી. તે વ્યક્તિએ આત્મહત્યા નહીં પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આઇપીસીની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરોધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કારણે પતિએ તેની પત્નીની કરી હતી હત્યા

જે સંદર્ભે હત્યારા વ્યક્તિની તપાસ અર્થે જુદી-જુદી ટીમ બનાવવામા આવી હતી. જે અંતર્ગત જાણવા મળ્યું હતું કે, મગનભાઈ રામજીભાઈ કુંજડીયાની વાડીએ બનાવના પાંચ સાત દિવસ પૂર્વે એક મજૂર કોઈને કહ્યા વગર રાતો રાત પોતાનો સામાન મૂકીને ચાલ્યો ગયો હતો. જે આજ દિવસ સુધી પોતાનો સામાન લેવા પણ પરત ફર્યો નથી. તેમજ તેની સાથે તેની પત્ની અને બે બાળકો હતા, તે પણ આજ દિવસ સુધી જોવા મળ્યા નથી. આ પ્રકારની હકીકત મળતા તેમજ મૃતકના પતિ સુધી પહોંચતા તેને પોલીસની પૂછપરછમાં પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ પત્નીની હત્યા કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મારી પત્નીને મધ્યપ્રદેશના ચેનસીંગ નામના મજુર સાથે પ્રેમસંબંધ હતો. દિવાળી તેમજ નવા વર્ષની રાત્રીએ આરોપીની પત્ની જતી રહી હતી. જેની શોધખોળ દરમિયાન આરોપી તુકારામ માનકરની પત્ની ચેન્સિંગ સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ ગઈ હતી. જેને લઇ માથાકૂટ પણ થઈ હતી. માથાકૂટ થતાં ચેન્સિંગ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે કે આરોપીએ પોતાની પત્નીને ટીકા પાટો તેમજ પથ્થર વડે માર મારી તેની હત્યા નીપજાવી હતી. તેમજ હત્યા નિપજાવ્યા બાદ લાશને કોથળામાં પૂરી રાત્રિના સમયે ભાદર નદીના કાંઠે લઈ જઈ કોથળામાં પથ્થર નાખી ડેમના પાણીમાં નાખી દીધી હતી.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

Previous Post Next Post