Monday, January 16, 2023

Rajkot: Youth doing dangerous bike stunts in public, watch viral video

રાજકોટ: શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક સાથે સ્ટંટ કરનારા યુવકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા યુવાનો જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે એક સમાજની રેલીમાં કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા, ત્યારે વીડિયો રાજકોટના સંત કબીર રોડનું હોવાનુ સામે આવ્યું છે. આ વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસ કોઈ શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ, તે જોવાનું રહ્યું.

ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં એક સમાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયકાનગઢ તેમજ રાજકોટ શહેર ભાજપના મંત્રી કિશોરભાઈ રાઠોડ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આશોભાયાત્રાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 14 મી જાન્યુઆરીના રોજ આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Rajkot News, Viral videos