Tuesday, January 10, 2023

Rajkot: યાર્ડમાં મગફળી-લસણની સંપૂર્ણ આવક કેમ બંધ કરાઇ, ફટાફટ જાણી લો અન્ય પાકના ભાવ

Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળીની આવક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. મગફળીની સાથે સાથે લસણની આવક પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સંપૂર્ણ આવક બંધ કરી દેવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરચા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.પણ હાલ પુરતી મગફળી અને લસણની આવક બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ સુકા મરચાં અને લસણની આવક સોમવાર રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની આવક સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના અન્ય તમામ જણસીની આવક રાબેતા મુજબ 24 કલાક આવવા દેવામાં આવશે.

માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1600થી 1760 બોલાયા, ઘઉંનો ભાવ 520થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી1290 રૂપિયા, સોયાબીનના ભાવ 1020થી 1120 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 2400થી 4400 રૂપિયા બોલાયો હતો.

આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, એપીએમસી, રાજકોટ

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.