Saturday, January 14, 2023

Rajkot: આખા વિશ્વમાં આવું માત્ર રાજકોટમાં જ, મહિલાઓ સામે આ રોટી બેંકમાં જમા કરાવે છે રોટલી!

Mustufa Lakdawala,Rajkot :બોલબાલા ટ્રસ્ટ.આ નામથી રાજકોટમાં તો લગભગ કોઈ અજાણ્યું નહીં જ હોય.વર્ષ1991માં શરૂ થયેલી આ સંસ્થા આજે એક વટવૃક્ષ બની ગઈ છે અને ભુખ્યાનું પેટ ઠારીને સેવા કરી રહી છે. બોલબાલા ટ્રસ્ટ એકએવી સંસ્થા છે જેનો નિયમ છે કે માણસ હોય કે પશુ, કોઈ ભુખ્યું ન સુવું જોઈએ.

બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો.કોકને કંઈક પ્રાપ્ત થાયતેવુ કરીએ.ત્યારે બોલબાલા ટ્રસ્ટે ભૂખ્યાનો ખાડો પૂરવા કામ ચાલુ કર્યું.છેલ્લા 3 દાયકાથી આ કામ ચાલી રહ્યું છે.જયેશભાઈએજણાવ્યું હતું કે ખીચડી બનાવી તો સહેલી છે પણ રોટલી બનાવતા વાર લાગે.જેથી બોલબાલા ટ્રસ્ટે શહેરના અલગ અલગ 28 વિસ્તારમાંથી રોટલી ઉઘરાવે છે.

બહેનો પણ તેની તાવડીમાં પહેલી 2 રોટલી બોલબાલા માટે બનાવે છે અને ઘી લગાવીને દોડી દોડીને આપવા માટે આવેછે.બોલબાલા ATMમાં આવેલી રોટલી પછી અમારા માણસો જ પરપ્રાંતિય મજુરો, ગરીબ અને ભુખ્યા લોકોને જમાડે છે.જે લોકોબેઘર છે, વૃદ્ધ છે, અશક્ત છે, દિવ્યાંગ છે.તે તમામ લોકોને ટીફીનના માધ્યમથી ભોજન પહોંચાડવામાં આવે છે.

રાજકોટ બોલબાલા ટ્રસ્ટનો ઉદેશ એટલો જ છે કે જે વ્યક્તિ ભુખ્યો ઉઠ્યો હોય તે ભુખ્યો સુવે નહીં.આ રોટી બેંકે માટે રોજ 400 જેટલી મહિલાઓ રોટલી બનાવે છે.ઘણા લોકોએ તો નિયમ લીધો છે રોટલી આપવાનો.જે દિવસે તે રોટલી આપી શક્યા ન હોયતો એ બીજા દિવસે ડબલ રોટી આપે છે.

અમારા રોટી બેંકના 28 પોઈન્ટ છે.તેને વધારવા માટેનો અમારો પ્રયાસ છે. કારણ કે અમારે અત્યારે પણ રોટલી ઘટે છે.જેમ લોકોશિવજીને જળ ચડાવવાનો સંકલ્પ કરે છે. તેમ બહેનોએ રોટલી બનાવીને આપવાનો સંકલ્પ કર્યો છે.બહાર જવાનું હોય તોઆગળના દિવસે રોટલી બનાવીને મુકી દે.

અમે બેટરીવાળી ગાડી, ,સ્કુટર, ફોરવ્હીલ વગેરે શરૂ કરીને અમે રોટલી લેવા જઈશું.શરૂઆતમાં અમને એવુ હતું કે કોણ રોટલીઆપશે. પણ લોકોની કરૂણતા સમજીને લોકો રોટલી આપી રહી છે.બધા લોકો ગરીબો માટે આગળ આવ્યા છીએ.દરરોજ 3 હજારથી વધુ રોટલી એકઠી થાય છે.

હિનાબેન ઠકરારે જણાવ્યું હતું કે મે પહેલીવાર રોટી બેંક જોય છે અને આ કાર્ય બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યું છે. જે ખરેખર ખુબ જપુણ્યનું કામ છે.અન્નદાન મોટુ કામ છે.ભુખથી મોટી કોઈ ભુખ નથી. એટલે અન્નદાન કરવું એ સૌથી સારી વાત છે. બેંકો તો ઘણીજાતની હોય છે પણ આ રોટી બેંક ખુબ અલગ છે અને આ અનોખુ કામ બોલબાલા ટ્રસ્ટે કર્યું છે.

મહેક બેને જણાવ્યું હતું કે તે મારવાડી કોલેજમાં ભણે છે.તેમને જણાવ્યું કે આજે તેનો જન્મ દિવસ છે. એટલે મે મમ્મીને કીધુ કેઆજે હું રોટલી બનાવીશ અને ભુખ્યાને આ રોટલી આપીશ.મારાથી જેટલુ યોગદાન થશે એટલું હું યોગ દાન કરીશ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?, શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારીસફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી,જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.mustuprince51@gmail.com

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, Trust, રાજકોટ