Rajkot: આખા ગુજરાતમાં એકમાત્ર આવી સિસ્ટમ રાજકોટમાં, ઘરબેઠા જાણો ક્યા વિસ્તારમાં ટ્રાફિક છે

Mustufa Lakdawala,Rajkot : ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર થઈ રહ્યું છે. ઘણા લોકો પોતાના બાળકોને ભણાવવા માટે તો કેટલાક લોકો નોકરી ધંધા માટે શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યાં છે.એટલે સ્વાભાવિક છે કે રોડ રસ્તાઓ પર ટ્રાફિકમાં વધારો થાય.ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે રાજકોટ પોલીસ દ્વારા એક એપ્લિકેશનલોન્ચ કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજકોટને પહેલીવાર મળશે ટ્રાફિક એપ

આ એપ્લિકેશન છે માય ઇન્‍ડિયા મોબાઇલ એપ. જેમાં તમને એક જ ક્લીક પર લોકોને ક્યા રસ્તા પર કેટલુ ટ્રાફિકજામ છે અને ક્યો રસ્તો બંધ છે.તે અંગે સમગ્ર માહિતી મળી શકશે.રાજકોટ ગુજરાતનું સૌપ્રથમ શહેર બનશે.જેને આ પ્રકારની એપ્લિકેશન મળવા જઈ રહી છે.

રોડ પરના ટ્રાફિક સહિતની તમામ માહિતી માત્ર એક ક્લીક પર મળશે.

વાહન ચાલકો માય ઇન્‍ડિયા મોબાઇલ એપ્‍લીકેશન દ્વારા ટ્રાફિક અડચણો અંગેની માહિતી મેળવી શકશે.આ સેવાનો લાભ મેળવનારા દેશના કેટલાક શહેરોમાંથી રાજકોટની પસંદગી કરાઇ છે. જો આ એપ ખરી ઉતરશે તો આ મામલે આવતા અઠિવાડિયે એમઓયુ કરવામં આવશે.

આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ વગર આજે દરેક કામ અધુરૂ છે.ત્યારે આજે મોબાઈલ પર માત્ર એક ક્લીક કરીને આપણે આપણા ડેસ્ટિનેશનમાં આવતી તમામ મુશ્કેલીઓની જાણકારી પહેલાથી જ મેળવી શકાશે. આ એપ પર તમામ પ્રકારની માહિતી મળી શકશે.

જાણો આ એપ પર કઈ કઈ માહિતી મળી શકેશ?

– રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડાયવર્ઝન

– ટ્રાફિકજામ

– રોડનું ખોદાણ

– રોડ પરના સ્‍પીડબ્રેકર

– રોડ પરના ખાડા

– રોડ બંધ હોવાની સ્‍થિતિમાં સારામાં સારો વૈકલ્‍પિક માર્ગ

– વીઆઇપીનો કાફલો પસાર થવો

– રીયલ ટાઇમ અપડેટ

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, ટ્રાફિક, રાજકોટ

Previous Post Next Post