Monday, January 16, 2023

Rakhi Sawant's Husband Adil Khan Durrani Makes An Official Announcement About Their Wedding

Rakhi Sawant-Adil Khan Wedding: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. રાખી સાવંતનું નામ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં રાખી સાવંત તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ ખબર આવી હતી કે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ તેની સાથે છેતરપિંડી કરી છે. આવી સ્થિતિમાં હવે આદિલ ખાને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર જાહેરમાં રાખી સાથેના લગ્નની જાહેરાત કરી છે.

રાખી સાથેના લગ્ન અંગે આદિલે મૌન તોડ્યું

એક દિવસ પહેલા રાખી સાવંતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં રાખી રડતી જોવા મળી હતી. ત્યારપછી આવા સમાચારોએ જોર પકડ્યું કે રાખી સાવંત સાથે ફરી એકવાર છેતરપિંડી થઈ છે અને તેના પતિ આદિલ ખાને તેની સાથે નકલી લગ્ન કર્યા છે. આ દરમિયાન હવે આદિલ ખાન દુર્રાનીએ આ બધી અફવાઓને નકારીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આદિલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આદિલે તેના અને રાખીના લગ્નનો ફોટો શેર કર્યો છે. સાથે જ આ ફોટોના કેપ્શનમાં આદિલ ખાને લખ્યું છે કે- ‘તો અંતમાં રાખી સાવંત મે એવું ક્યારેય નથી કહ્યું કે મે તમારી સાથે લગ્ન નથી કર્યા. બસ થોડી બાબતો સંભાળવાની હતી એટલે ચૂપ રહેવું પડ્યું. રાખી સાવંત આપણે બંનેને નવા લગ્ન જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન.

 

live reels News Reels

આદિલે છેતરપિંડીની અફવાઓને ફગાવી દીધી 

આવી સ્થિતિમાં હવે આદિલ ખાન દુર્રાનીની આ પોસ્ટે તે તમામ અફવાઓને ફગાવી દીધી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આદિલે રાખી સાવંત સાથે દગો કર્યો છે. જો કે આદિલના આ રિએક્શન બાદ હવે બધા રાખી સાવંતના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.