માલપુર તાલુકાના વિદ્યાર્થીના મોતની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે રેલી | Rally demanding an impartial probe into the death of a Malpur taluka student

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/orig_31_1673572359.jpg

મોડાસા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માલપુરના ગોવિંદપુરાકંપાની છાત્રાલાયમાં છાત્રની 15 દિવસ અગાઉ લાશ મળી હતી
  • તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગ અને હત્યારાઓને પકડવા માંગ કરાઇ

માલપુરના ગોવિંદપુરકંપાની છાત્રાલયમાં ધો. 8માં ભણતા વિદ્યાર્થીની તા.24 ડિસેમ્બરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં વિદ્યાર્થીના મોત અંગે તેના પરિવારજનો અને ઠાકોર સમાજે મોતની આશંકા વ્યક્ત કરી મૃતક વિદ્યાર્થીના પરિજનોને ન્યાય મળે તે માટે મોડાસાના માલપુર રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિરથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે માલપુરના આકલીયાના અરજણભાઈ મંગાભાઈ મસારનો પુત્રને ગોવિંદપુરકંપા કમળાબેન મહેતા બક્ષીપંચ છાત્રાલયમાં હોસ્ટેલમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. વિદ્યાર્થીના મોત અંગે શંકા વ્યક્ત કરી 13 વર્ષીય બાળક આપઘાત કરી ના શકે તેથી સદર બનાવની તપાસ થાય અને તેની એફઆઇઆર નોંધવામાં આવે તેમજ તેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવે અને હત્યારાને પકડીને કડકમાં કડક સજા કરવા માગ કરાઇ હતી.

રેલીમાં ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ ભલાભાઇ ખાટ અને સાબરકાંઠા જિલ્લાના પક્ષના આગેવાન દિનેશભાઈ પરમાર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post