Rohit Sharma Reaction After Team India Victory In Guwahati Odi Against Sri Lanka Ind Vs Sl 1st Odi

Rohit Sharma On IND vs SL 1st ODI: ગુવાહાટી વનડેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે આ જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની વાત  રાખી હતી. રોહિત શર્માએ કહ્યું કે તે ટીમના પ્રદર્શનથી ખુશ છે. અમે પહેલા બેટિંગમાં શાનદાર રમત બતાવી, અમારા બેટ્સમેનોએ બેટિંગમાં ખૂબ સારો દેખાવ રજૂ કર્યો.

જીત બાદ રોહિત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ કહ્યું કે અમે બેટિંગમાં સારી શરૂઆત કરી. ઓપનર તરીકે બાકીના બેટ્સમેનો માટે સારું પ્લેટફોર્મ સેટ કરવામાં સફળ રહ્યો. જોકે, ભારતીય કેપ્ટન બોલિંગથી નાખુશ દેખાતા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે અમારા બોલરો આનાથી વધુ સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ હું વધારે ખામીઓ વિશે નહી કહું. રોહિત શર્માના મતે આ સ્થિતિમાં બોલિંગ કરવી સરળ ન હતી. તે જ સમયે, તેણે કહ્યું કે અંદર પ્રકાશ અને ઝાકળને કારણે પરિસ્થિતિ બોલરો માટે અનુકૂળ ન હતી, પરંતુ તેમ છતાં અમારા બોલરોએ સારું પ્રદર્શન કર્યું.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમના કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી અને તે અણનમ પરત ફર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેચ પછી, શનાકાએ તે ભૂલો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તે અને ટીમ ક્યાં ચૂકી છે.

live reels News Reels

મેચ બાદ બોલતા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું, “મને લાગે છે કે તેમના ઓપનરોએ અમને જે શરૂઆત આપી હતી, અમે નવા બોલનો સારી રીતે ઉપયોગ કર્યો ન હતો, જે રીતે તેમના બોલરોએ તેને સ્વિંગ કર્યો હતો. અમારી પાસે યોજના હતી, પરંતુ બોલરોએ મૂળભૂત બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકી ન હતી. અમે પ્રથમ 10 ઓવર દરમિયાન બેટિંગમાં વેરિએશન ઉપયોગ કર્યો ન હતો. મને લાગે છે કે હું મૂળભૂત બાબતો બરાબર કરી રહ્યો હતો.મને લાગે છે કે મારે ટી20 અંતરરાષ્ટ્રીમાં ઉપર બેટિંગ કરવી જોઈએ, પરંતુ ટીમને પાંચ નંબરવાળા ભાનુકા સાથે છઠ્ઠા નંબર પર મારી જરુર હતી.

સદી કામ ન આવી

ઉલ્લેખનીય છે કે આ મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ સદીની ઇનિંગ રમી હતી. તેણે 88 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જોકે તેની અણનમ ઇનિંગ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. તેના સિવાય ઓપનર પથુમ નિકાંસાએ 72 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. 

ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાતે  રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી.  

أحدث أقدم