https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/orig_31_1673821977.jpg
ભુજ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સતાધારી પક્ષના અગ્રણીએ ઉઠાવ્યો હતો પ્રશ્ન
ભુજના રસ્તાઓના નવીનીકરણ સંદર્ભે વખતો વખત અખબારમાં સમાચાર આવતા હોય છે. ક્યાંક ગુણવત્તા બાબતે તો ક્યાંક જરૂરી ન હોય અને સીસી રોડ પર પણ ડામર રોડ બનાવવાના. ભુજના આરટીઓ રિલોકેશન સાઈટમાં 14 વર્ષ પહેલા બનેલા રસ્તાઓ બાદ તેનું રિ-સર્ફેસિંગનું કામ પખવાડિયા પહેલા થઈ રહ્યું હતું તે દરમિયાન કોઈ કારણસર માત્ર બે રસ્તા બનાવી બાકીનું કામ છોડીને ઠેકેદાર કામદારો અને મશીનરી લઈને ત્યાંથી નીકળી જતા રહેવાસીઓ માટે આશ્ચર્ય સર્જાયું હતું.
હજુ સુધી કામ શરૂ ન થતા ગણગણાટ શરૂ થયો હતો. તો માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ આ જ વિસ્તારમાં રહેતા ભાજપના અગ્રણી દ્વારા કોન્ટ્રાક્ટરના ટેન્ડરની નકલ પૃથ્થકરણ કરીને ગુણવત્તા બાબતે સવાલ ઉઠાવી અને કામ બંધ કરાવ્યું છે. જો કે, અંગ્રેજીમાં ટેન્ડરની નકલનું ગુજરાતી ભાષાંતર થતા સંપૂર્ણ અર્થ નથી થઈ શક્યો એવી પણ વાત જાણવા મળે છે. જે હોય તે સરવાળે અહીંના 500 થી વધુ પરિવારો સારા રસ્તાથી વંચિત રહ્યા છે તે હકીકત છે.