- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Surat Police Who Reached Home To Arrest The Accused In The Drug Case Were Shocked! The Accused’s Father Was Found Trapped In The House For One And A Half Months, Surrounded By Dirt And Vermin
સુરત11 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો તેના પિતા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા હોવાનું જાણવા મળ્યું. એટલી દુર્ગંધ અને કીડા જીવાતની વચ્ચે પિતા જીવન વ્યતીત કરતા હતા. જે જોઈ સચિન પોલીસના બંને પોલીસ કર્મી અત્યંત વિમાસણમાં મુકાયા હતા. અને ત્યારબાદ પોલીસે પોતાની માનવતા મહેકાવી વૃદ્ધને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી એનજીઓની મદદથી શેલ્ટર હોમ મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.

વૃદ્ધની પૂછપરછ કરતા ભાવુક થઈ ગયા.
આરોપીના વૃદ્ધ પિતાની અત્યંત દયનીય સ્થિતિ
સુરત શહેર પોલીસ સુરતને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે સે નો ટુ ડ્રગ્સ ચલાવી રહી છે. જે અંતર્ગત ગત 16 ઓક્ટોમ્બરના રોજ સુરતની એસઓજી પોલીસે શહેરમાંથી મોટું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે સચિનમાં રહેતા પપ્પુ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા એકથી દોઢ મહિનાથી આ પપ્પુને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે દરમિયાન સુરત સચિન પોલીસના બે પોલીસ કર્મી આ યુવકનું એડ્રેસ શોધી તેના ઘરે તપાસ કરવા માટે ગઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ માસથી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાથી ઘરે આવ્યો જ નથી. જેને લઇ તેના વૃદ્ધ પિતાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પિતા અત્યંત દુર્ગંધવાળી અને કીડા-મકોડા જેવા જીવાતોની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. આ સ્થિતિ જોતા જ સચિનના બંને પોલીસ કર્મી સ્તબ્ધ થઈ ગયા હતા. અને આ વૃદ્ધ માટે સારી જિંદગી મળે રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

ગંદકીમાંથી વૃદ્ધને બહાર કાઢ્યા.
ઘરનો દરવાજો બહારથી બંધ હતો ને અસહ્ય દુર્ગંધ આવતી હતી
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક પપ્પુને વોન્ટેડ જાહેર કરાયો હતો.પપ્પુની સચિનમાં રહેતો હોવાની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. જેથી તેના ઘરને તપાસ કરવા માટે સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહને મોકલ્યા હતા .જ્યા બંને પોલીસ કર્મી આરોપીના ઘરે પહોંચ્યા તો ઘરની સ્થિતિ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે પહેલા તો ઘરનો દરવાજો બંધ હતો અને ઘરની અંદર એક વૃદ્ધ સિવાય બીજું કોઈ હતું નહીં. તે ઉપરાંત આખા ઘરમાં કીડા મકોડા અને અન્ય જીવાતો ફરી રહી હતી. સાથે સાથે અત્યંત અસહ્ય દુર્ગંધ ઘરમાંથી આવી રહી હતી. આ બધાની વચ્ચે વૃદ્ધ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.

દીકરી-જમાઈએ લઈ જવાની મનાઈ કરતા એનજીઓ વ્હારે આવ્યું.
લોકોને ડ્રગ્સ આપી જીવન બરબાદ કરનારના પિતાનું જીવન સુરત પોલીસે બચાવ્યું
ડ્રગ્સ કેસમાં ભાગતો ફરતો આરોપી પપ્પુને તેના પિતાની પણ કોઈ જ ચિંતા હતી નહીં. ત્યારે પોલીસ જ ખરા અર્થમાં આ વૃદ્ધના તારણહાર બન્યા હતા. અનેક લોકોને ડ્રગ્સ આપી તેમનું જીવન બરબાદ કરનાર યુવકના પિતાનું જ જીવન ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું હતું. ત્યારે સુરતની સચિન પોલીસે ડ્રગ્સ આપી જીવ લેનારના પિતાનું જીવન પોલીસે બચાવ્યું હતું. આ અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આરઆર દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં નાસ્તા ફરતા સચિનના આરોપીને પકડવા માટે અમારા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને તેના ઘરે મોકલીયા હતા. ત્યારે આરોપી તો મળી આવ્યો ન હતો પરંતુ તેના પિતાની હાલત ખૂબ જ ખરાબ હોવાનું બંને પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું. અને તેમની માટે આ બંને પોલીસ ગરમી ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. અને ત્યારબાદ બંને પોલીસકર્મીઓએ સંસ્થાનો પ્રયાસ કરીને નર્ક જેવી સ્થિતિમાં રહેતા પિતાને ઉગાર્યા હતા.

વૃદ્ધને કારમાં શેલ્ટર હોમ લઈ જવાયા.
દીકરી પણ પિતાના વ્હારે ન આવી
સચિન પોલીસ મથકના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ દ્વારા 75 વર્ષીય વૃદ્ધ રામલાલની આવી હાલત જોતા પુત્ર સિવાય તેનું સુરતમાં કોઈ સગા સંબંધી કે વારસદાર છે કે નહીં તે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેમની દીકરીના લગ્ન પણ સુરતમાં જ થયા છે. જેથી તેની દીકરીને બોલાવવાનો પ્રયાસ કરાયો ત્યારે સૌ પ્રથમ તો તેને ત્યાં આવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ અંગે એસ આઈ કિશોર પાટીલ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તેમની દીકરીને ફોન કરીને આ અંગેની જાણ કરી તો તેમણે ત્યાં આવવાની પહેલાં તો સ્પષ્ટ પણ એના જ પાડી દીધી હતી. વૃદ્ધની હાલત જોઈ અમારા રુવાડા ઉભા થઈ ગયા હતા પરંતુ તેની દીકરીને તેના પિતાની કોઈ જ પરવાહ જોવા મળતી ન હતી. આખરે અમારે થોડાક ભારે અવાજથી વાત કરીને તેમની દીકરીને તેના પિતાની પાસે આવવા માટે બોલાવી પડી હતી. ત્યારે મોડી રાત્રે દીકરી તેના પિતાના ઘરે આવી હતી. પરંતુ દીકરી અને જમાઈ બંને પિતાને પોતાની સાથે રાખવાનો ઇનકાર કરી દીધો હતો.

વૃદ્ધને નવડાવી, દાઢી કરી સ્વચ્છ કર્યા.
સામાજિક સંસ્થાનો પ્રયાસ કરી મદદ લેવાઈ
જેને લઇ આખરે બંને પોલીસ કર્મીઓ દ્વારા સામાજિક સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમાજસેવી ધર્મેશ ગામીને પોલીસ કર્મીએ વાત કરતા તેમણે શેલ્ટર હોમ ચલાવનાર તરુણ મિશ્રાનો સંપર્ક કરાવી આપ્યો હતો. પોલીસે તરુણ મિશ્રાને તમામ બાબતેથી અવગત કરાવતા તેઓની આખી ટીમ સચિન ખાતે પહોંચી ગઈ હતી. અને આ સ્થિતિમાંથી વૃદ્ધ દાદાને બહાર લાવવા પ્રયાસ કર્યા હતા.

નવા કપડા પહેરાવી સારવાર કરાવી.
વૃદ્ધ દાદાએ કેટલાય દિવસથી ખાધું પણ ન હતું
સચિનમાં ડ્રગ્સના આરોપી ના પિતાની અત્યંત ખરાબ સ્થિતિ હોવાનું જાણ થતા જ સુરતના પર્વત પાટિયા ખાતે સેન્ટર હોમ ચલાવનાર તરુણ મિશ્રાની ટીમ ત્યાં આવી પહોંચી હતી. તેઓ દાદાની સ્થિતિ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. અત્યંત કપરી અને દયનીય સ્થિતિમાં દાદા પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. તરુણ મિશ્રાએ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી અસહ્ય દુર્ગંધ મારી રહી હતી. દાદાને વ્યવસ્થિત દેખાતું પણ ન હોવાથી અને તબિયત પણ નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ જગ્યા પર જ પેશાબ કરી લેતા હતા. આખા ઘરમાં જીવાત અને કીડા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પહેલા તેમને હોટલમાંથી જમવાનું આવતું હતું પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તો જમવાનું પણ ત્યાં કોઈ પહોંચાડતું નથી. જેથી દાદાને અમે મળ્યા ત્યારે તેમણે સીધી પહેલા એ જ વાત કરી કે મને જમવું છે. જેથી અમે તેમને જમાડ્યા હતા.

વૃદ્ધને દેખાતું ન હોવાથી ચેક-એપ કરાવ્યું.
પાડોશી પણ દાદાની વ્હારે આવ્યા ન હતા
દાદાની આવી હાલતથી આસપાસ સૌ કોઈ પરિચિત હતા. પરંતુ તેના દીકરાના કારનામા અને કરતૂતને કારણે તેમની સાથે કોઈ સંબંધ રાખતું ન હતું. જોકે દીકરાની કરતૂતને કારણે પાડોશીઓએ પોતાનો માનવીય અભિગમ પણ દાખવ્યો ન હતો. વૃદ્ધ અનેક દિવસોથી લાચાર અને અતિ ખરાબ જીવન પસાર કરી રહ્યા હતા છતાં તેને આવી સ્થિતિ વિશે જાણ કરવા માટે પણ કોઈ આગળ આવતું ન હતું.

એનજીઓની ટીમની મદદથી વૃદ્ધ ગદગદ થઈ ગયા.
દાદાના આંખનું ચેકઅપ પણ કરાવવામાં આવ્યું
વૃદ્ધ રામલાલની સ્થિતિ અંગે તરુણ મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી ટીમ ત્યાં પહોંચી અને દાદાને સૌપ્રથમ પારિવારિક હુંફ આપી હતી. છેલ્લા અનેક દિવસોથી તે ન્હાયા પણ ન હતા. જેથી તેમના શરીરમાંથી પણ ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જેથી તેમને પહેલા નવડાવ્યા હતા. તેમના વાળ અને દાઢી જાતે અમારી ટીમે કાપ્યા હતા. તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દાદાને તો વ્યવસ્થિત જોઈ જ નથી શકતા. જેથી તાત્કાલિક તેમને પહેલા આઈ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દાદાનુ આંખનું સૌપ્રથમ આઈ ચેક અપ કરાવવામાં આવ્યું અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ત્યારબાદ અમારા પર્વત પાટિયા ખાતે ચાલી રહેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હાલ દાદાની તબિયત ખૂબ જ સારી છે અને હવે તેઓ વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છે.