Surat: પેટ્રો કેમિકલ્સ ઉત્પાદનમાં ભારતમાં દક્ષિણ ગુજરાત મોખરે, જાણો કેટલા ટકા છે બિઝનેસ

Mehali tailor,surat: ભારતના જીડીપીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ટકાનો હિસ્સો છે. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી તરીકે છઠ્ઠા ક્રમે તથા એશિયામાં ત્રીજા ક્રમે છે. વર્ષ ર૦૧૯માં કેમિકલ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ ૧૦૦ બિલિયન ડોલર્સ નોંધાઇ હતી. ઇન્ડસ્ટ્રીને કારણે પાંચ મિલિયન લોકોને રોજગારી મળી રહી છે. કેમિકલના પ્રોડકશનમાં ગુજરાતનો ફાળો ભારતના કુલ ઉત્પાદનમાં પ૩ ટકા છે અને આવી રીતે ગુજરાત ભારતનું સૌથી મોટું કેમિકલ પ્રોડયુસ કરનારું હબ છે. જ્યારે પેટ્રો કેમિકલ્સના ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાતનો ફાળો ભારતના કુલ ઉત્પાદનમાં ૩પ ટકા જેટલો છે.

બીઆઇએસ અત્યાર સુધી ૧૧૦૦ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન બનાવી ચૂકયું છે.

કુલ ૭૦૦૦ જેટલી પ્રોડકટ્‌સ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અંતર્ગત આવે છે. જેથી સુરતના મોટા ભાગના ઉદ્યોગો બીઆઇએસ સાથે સંકળાયેલા છે. જે ઉદ્યોગકારો કેમિકલ તથા પેટ્રો કેમિકલ પ્રોડકટનું ઉત્પાદન કરે છે, તેને વેચે છે, આયાત કરે છે અને ખરીદી કરે તેઓને બીઆઇએસ સર્ટિફિકેટ લેવાનું હોય છે.

તમારા શહેરમાંથી (સુરત)

 

બીઆઇએસની ઘણી બધી એકટીવિટી છે. જેમાં મુખ્યત્વે સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ પ્રોડકટ સર્ટિફિકેટ આપવા તથા વિવિધ કમિટીઓ દ્વારા સ્ટાન્ડર્ડ નકકી કરવાના હોય છે. બીઆઇએસ અત્યાર સુધી ૧૧૦૦ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન બનાવી ચૂકયું છે. ભારતભરમાં ૪૦ હજારથી વધુ આઇએસઆઇ માર્કાવાળા બીઆઇએસના લાયસન્સ છે.

ભારતમાં ૪૯ જેટલા ઉદ્યોગોએ બીઆઇએસનું ઇકોમાર્ક લીધું છે.

બીઆઇએસ લાયસન્સ લેવાથી પર્યાવરણને કેટલું ઓછું નુકસાન થાય છે તેના સંબંધિત ઇકોમાર્ક ઇન્ડસ્ટ્રીને મળે છે. કેમિકલની પ૧ પ્રોડકટ્‌સ સ્ટાન્ડર્ડ છે. ભારતમાં ૪૯ જેટલા ઉદ્યોગોએ બીઆઇએસનું ઇકોમાર્ક લીધું છે. કેમિકલ અને પેટ્રો કેમિકલના સૌથી વધુ એકમો દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. ભારતમાં સંબંધિત ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતું પોટેશિયમ શુનાઇટ ગુજરાતમાં બને છે.

સુરત ખાતેકેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને માનક મંથનવિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય અને માહિતી સુરત બ્રાંચ ઓફિસના ડાયરેકટર એન્ડ હેડ એસ.કે. સિંઘ તથા ડેપ્યુટી ડાયરેકટરો ઇશાન ત્રિવેદી અને અભિષેક નાયડુએ ઉદ્યોગકારોને આપી હતી

First published:

Tags: Local 18, સુરત

Previous Post Next Post