Sunday, January 8, 2023

Swara Bhaskar Shares Picture With Mystery Man

Swara Bhaskar Cryptic Post On Insta: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરેલી પોસ્ટે સોશિયલ મીડિયા પર સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. સ્વરાની સિક્રેટ પોસ્ટ પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તે ફરી એકવાર કોઈના પ્રેમમાં પડી છે? સ્વરા ભાસ્કરે શનિવારે મોડી રાત્રે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં અભિનેત્રી એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. જોકે, બંનેનો ચહેરો દેખાતો નથી.

સ્વરાએ મિસ્ટ્રી મેન સાથે શેર કર્યો ફોટો

અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. ફોટોમાં સ્વરા કોઈની બાહોમાં જોવા મળી રહી છે. જો કે તેમાં સ્વરાનો ચહેરો દેખાતો નથી અને તે કોની સાથે છે તે પણ જાણી શકાયું નથી. સ્વરા ભાસ્કરે આ પોસ્ટ સાથે આપેલા કેપ્શનમાં લોકો તેને અભિનંદન આપવા લાગ્યા હતાં. 

સ્વરા પર થઈ અભિનંદનની વર્ષા 

live reels News Reels

તસવીર શેર કર્યા બાદ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘યે પ્યાર હો સકતા હૈ’. હવે આ પોસ્ટ પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું હતું, ‘બોયફ્રેન્ડ હૈ ક્યા?’ તો બીજાએ પૂછ્યું હતું, ‘ફોટામાં તમારી સાથે કોણ છે?’ તો અન્ય યુઝર્સ અભિનેત્રી સ્વરા ભાસ્કરને અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત સ્વરાના ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા હાર્ટ ઇમોજી શેર કર્યા હતાં.

હિમાંશુ શર્મા સાથે ત્રણ વર્ષ પહેલા થયું હતું બ્રેકઅપ 

જાહેર છે કે, સ્વરા ભાસ્કરના લેખક હિમાંશુ શર્મા સાથે પોતાના સંબંધોને લઈને ચર્ચામાં આવી હતી. બંનેની મુલાકાત ફિલ્મ રાંઝણાના સેટ પર થઈ હતી. કહેવાય છે કે, સ્વરા અને હિમાંશુએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યાર બાદ વર્ષ 2019માં સ્વરા અને હિમાંશુનું પરસ્પર સહમતિથી બ્રેકઅપ થઈ ગયું હતું.

સ્વરા ભાસ્કરની મૂવીઝ

જાહેર છે કે સ્વરા ભાસ્કર તેની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ અભિનેત્રી તેના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. બોલિવુડમાં સ્વરાની ઈમેજ આખાબોલી અભિનેત્રી તરીકેની છે. તેણે રાંઝણા, તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપ્યો છે.


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.