https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/orig_37_1673823408.jpg
સામખિયાળીએક કલાક પહેલા
- કૉપી લિંક

- અંજાર ખાણ ખનીજ વિભાગે હિટાચી મશિન કબજે કર્યું, ચાલક ભાગી ગયો
ભચાઉ તાલુકાના શિકારપુર સહયોગ હોટેલ પાસે અંજાર ખાણ ખનીજની ટીમે દરોડો પા ડીખરાબા ની જમીનમાં ખાડાની અંદર બંધ હાલતમાં મળેલું હિટાચી મશીન કબજે કર્યું હતું. જો કે તેનો ડ્રાઇવર અને પાચ હાઇવા ડમ્પર ભાગી છૂટયા હતા.
છેલ્લા પંદર દિવસથી સરકારી ખરાબામાંથી માટી ઉપાડીને સૂરજબારી ટોલનાકા પર માટી રાખવામાં આવતી હતી. આ ભરતીનું કામ કોઈ રોયલ્ટી કે પાસ વગર ચાલતું હતું. આ ભરતીમાં પાંચ ડમ્પર પણ ચાલતા હતા પણ ખાણ ખનીજ વિભાગનીટીમે ચેકિંગ કરતાં ડમ્પરો બારોબાર નાસી ગયા હતા અને હિટાચીનો ચાલક પણ નાસી ગયો હતો.
ખાણ ખનીજના અધિકારી દિલીપભાઈ નકૂમ અને આશિષ પટેલ જણાવ્યું હતું કે સરકારી જમીનના ખાડામાં બંધ પડેલા હિટાચી પડયું હતું તે હિટાચી મશિન ત્રયા ઇકબાલ હાજી સિધિકનું હોવાનું જાણવા મળ્યું હતું. તે હિટાચી મશીન ખાણ ખનીજ દ્વારા સીઝ કરવા માં આવ્યું છે અને કેટલી માટી ઉપાડવામાં આવી છે તેનો સર્વે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે .
રેતી અને માટી ખુલ્લેઆમ ઉપાડવા માં આવે છે
શિકારપુર વિસ્તારમાંથી ખરાબાની સરકારી જમીન કે નદીઓમાંથી કરોડો ટન રેતી અને માટી ઉપાડવામાં આવી છે શિકારપુર વિસ્તારમાં જયાં સરકારી આવેલી છે તે જગ્યા પર હાઇવે પર હોટલોમાં ભરતી કરવા માટે તળાવો કરતા ઉડા ખાડા કરી દેવામાં આવ્યા છે સાથે તેની પણ તપાસ કરવા માં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.