Thursday, January 5, 2023

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ટીચરસ ટ્રેનિંગ અને નેશન બિલ્ડર્સ એવોર્ડનું આયોજન કરાયું | Teachers Training and Nation Builders Award organized by Rotary Club of Bharuch

ભરૂચ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રોટરી કલબ ભરૂચ દ્વારા છેલ્લા બે વર્ષથી જીલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવે છે અને શાળાનું માપ દંડ મારફતે મૂલ્યાંકન કરી ૧૨૫ જેટલા શિક્ષકોને નેશન બિલ્ડર્સ તરીકે પસંદ કરવામાં આવી હતી અને પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ટ્રેનર પરેશ ભટ્ટ દ્વારા સેમિનાર થકી તાલીમ આપવામાં આવી હતી અને દરેક શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સેમીનારમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવેર્નેર શ્રીકાંત ઇંદાણી , DIET ના આચાર્ય કલ્પના બેન ઉનાડકોટ,એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ, શાસનાધિકારી નિશાંત દવે અને ભરત સલાટ,રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડૉ. વિહંગ સુખડીયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ, ડી.જી.એન.ડી. અમરદીપ સિંઘ બુંનેટ, ઇવેન્ટ ચેરમેન પ્રવીણ પુરોહિત, ડિસ્ટ્રિક્ટ ટીચર્સ સપોર્ટ ચેરમેન કમલજીત બુંનેટ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન આર.સી.સી.ના દર્શના વ્યાસ, અંકિત શાહ અને ડો નીતિશા શાહએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.