The biggest GIHED Property Show was organized in Ahmedabad AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad : આધુનિક યુગમાં થતા બદલાવ સાથે સાથે પ્રોપર્ટીમાં તથા તેના બાંધકામમાં ઘણા બદલાવ આવ્યા છે. ત્યારે આ બદલાવને લોકોમાં લાવવા માટે તથા લોકોને નવા થઈ રહેલા બાંધકામ અંગે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડ્સમાં GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શોની 17મી આવૃત્તિ છે.

આધુનિક ટેક્નોલોજીની મદદથી ઉંચી ઈમારતો બનાવવામાં આવી રહી છેપહેલાંના જમાનામાં ઘર માટીના, ઈંટોના તથા ચૂનાના બાંધકામ કરવામાં આવતા હતા. ત્યારબાદ સિમેન્ટ, રેતી, કપચીનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારે હાલમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી RCC તથા બ્લોક દ્વારા ઉંચી ઈમારતો બનાવવામાં આવી રહી છે. ત્યારે આ પ્રોપર્ટી શોનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

65 બિલ્ડરોએ 250 થી વધુ પ્રોપર્ટીઝ રજૂ કરી

CREDAI અમદાવાદ GIHED દ્વારા ત્રિ-દિવસીય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 17મા પ્રોપર્ટી શોમાં 65 થી વધુ બિલ્ડરો રૂપિયા 25 લાખથી રૂપિયા 10 કરોડ સુધીની પ્રોપર્ટી પ્રદર્શિત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી, ફાર્મા પાર્ક, લોજિસ્ટિક્સ પાર્ક સહિતના પ્રોજેક્ટ્સના યજમાન અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે. આ સાથે અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ ભાગોમાંથી 250 થી વધુ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વેરહાઉસ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ તમામ શ્રેણીઓમાં હાઉસિંગ સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ અને વિકાસનું સાક્ષી છે.

પ્રોપર્ટીઝમાં એફોર્ડેબલથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીની રેન્જ દર્શાવવામાં આવી

આ પ્રોપર્ટીઝમાં એફોર્ડેબલથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીની રેન્જ દર્શાવવામાં આવી છે. જેમાં કોમર્શિયલ બિલ્ડીંગ, બંગ્લા, વીકએન્ડ વિલા, પ્લોટિંગ અને આઈટી પાર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને ટોચની બેંકોના સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ મિલકતોની માહિતી થલતેજના ગણેશ મેદાનમાં એક છત નીચે મળી શકે છે.

રાકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી છે : સીએમ


સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી છે. રિયલ એસ્ટેટના વિકાસ માટે બિઝનેસની સરળતા માટે શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગને સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં મોટા ભાગના મકાનો બનાવવામાં આવ્યા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

 

રિયલ એસ્ટેટનું ટર્નઓવર 10 થી 15 ટકાનાં દરે વધી રહ્યું છે.


CREDAI અમદાવાદ GIHED ના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને આસપાસના સ્થળોએ રિયલ એસ્ટેટનું ટર્નઓવર રૂપિયા 45,000 કરોડથી રૂપિયા 50,000 કરોડ સુધીનું છે અને તે 10 થી 15% ના દરે વધી રહ્યું છે. અમદાવાદ જે ફાર્મા, ઓટોમોબાઈલ અને મેડિકલના હબ તરીકે જાણીતું છે. તે ટૂંક સમયમાં સ્પોર્ટ્સ અને આઈટી હબ પણ બની જશે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને આર્થિક હબ છે. શહેર વર્ષોથી કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે. કારણ કે દેશભરના લોકોએ આજીવિકાની તકોને કારણે અમદાવાદને પોતાનું ઘર બનાવ્યું છે. કોવિડ રોગચાળા પછી કાચા માલના ભાવમાં વધારો થયો હોવા છતાં અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં બહુ વધારો થયો નથી. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો નોંધપાત્ર રીતે ઓછી છે. જ્યારે મેટ્રો અને મોટા શહેરોમાં સૌથી વાજબી છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, Local 18, Property

أحدث أقدم