https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/b7f734fd-8afa-47c2-bd44-32844eb530d4_1673895899603.jpg
મહિસાગર (લુણાવાડા)11 મિનિટ પહેલા
ઉત્તરાયણ પર્વ પૂરો થયો છે. તેવામાં પતંગની દોરીથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાય પક્ષીઓ ઘવાયા છે. ત્યારે ઉતરાયણનો તહેવાર પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ શહેરના રોડ રસ્તાઓ પર આમ તેમ બધી જ જગ્યાએ દોરીના ગુચ્છા પડી રહેલા જોવા મળી રહ્યાં છે. રસ્તામાં પડેલી દોરીના ગુચ્છાથી અનેક પશુઓ તેને ખાવાનો પ્રયત્ન કરે અને કેટલાક પક્ષીઓ તેમાં ફસાય જાય અને ઘાયલ થયા તેવી પણ શક્યતાઓ છે. તેવામાં લુણાવાડાના એક વેપારીએ અનોખી પહેલ કરીને જીવદયાનું કાર્ય કર્યું છે.

તારીખ 16 અને 17 જાન્યુઆરી એમ બે દિવસ જે કોઈ વ્યક્તિ શહેરમાં પડેલા દોરીના ગુચ્છા લઈ લુણાવાડામાં આવેલી સ્માર્ટ મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિકસની દુકાને જાય તેને દુકાન માલિક શ્રીજી શાહ દ્વારા મફતમાં ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ ગિફ્ટ આપે છેય આ રીતે આ દુકાનદારે જીવદયાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

લુણાવાડાના ગોધરા રોડ પર આવેલા સ્માર્ટ મોબાઈલ એન્ડ ઇલેટ્રોનિકસની દુકાને તારીખ 16 અને 17 જાન્યુઆરી એમ બે દિવસ એક સ્કીમ રાખવામાં આવી છે. જેમાં શહેરના રોડ રસ્તા પર પડેલી દોરીના ગુચ્છા જે કોઈ લઈને દુકાને જાય તેને તેઓ દ્વારા મફતમાં મોબાઈલનો ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ ગિફ્ટ કરે છે. જેથી કેટલાય લોકો તેમની દુકાને શહેરમાં પડેલી વેસ્ટજ દોરીના ગુચ્છા લઈને પહોંચ્યા હતા. જેઓને તેમના દ્વારા ગીફ્ટમાં ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ આપવામાં આવ્યા હતા. આ રીતે લુણાવાડામાં શ્રીજી શાહે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


